rain forecast 27, 28 અને 29 તારીખે અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા?

rain forecast : રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હાલ વરસાદે થોડો વિરામ લીધો છે. પરંતુ દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

ત્યારે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. હજી 29 તારીખ સુધી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 27, 28 અને 29 તારીખના રોજ ક્યાં કયાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? તેની આગાહી કરી છે.

rain forecast  27 તારીખે ક્યાં કયા જિલ્લામાં વરસાદની શક્યતા?

27 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા છવાય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

rain forecast 28 તારીખે ક્યાં કયાં જિલ્લામાં વરસાદની શક્યતા?

28 તારીખના રોજ 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ નો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે

rain forecast  29 તારીખે ક્યાં કયા જિલ્લામાં વરસાદની શક્યતા?

rain forecast : 29 તારીખે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. બાકી રહેલા તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 29 તારીખે હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

 

Leave a Comment