Rain forecast

Rain forecast : આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ હળવાથી માધ્યમ વરસાદની શક્યતા છે.

આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી?

આજે ગુજરાતના 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વલસાડ, દમણ, નવસારી, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે.

આવતીકાલે ક્યાં કયાં વિસ્તારોમાં આગાહી?

Rain forecast : આવતીકાલે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરષ્ટ્રના અમુક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.

સોમવારે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

સોમવારની આગાહીમાં સાબરકાંઠા, નવસારી, મહીસાગર, અરવલ્લી, સુરત, આણંદ, મહેસાણા, વલસાડ માટે ભારે વરસાદની આગાહી છે. આ સાથે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. સાથે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

અંબાલાલ પટેલની આગાહી – Rain forecast

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહમાં 8 થી 12 જુલાઈના ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારમાં પુર આવવાની પણ શક્યતા છે. ત્યારે 30 જુનથી 1 જુલાઈ વચ્ચે અમદાવાદમા ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment