rain forecast : રાજ્યભરમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત સુધી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે 26, 27 અને 28 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
rain forecast 26 તારીખે ક્યાં કયાં જિલ્લામાં આગાહી?
26 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદયપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
rain forecast 27 તારીખે ક્યાં કયાં જિલ્લામાં આગાહી?
27 તારીખના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આણંદ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સૂરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
rain forecast 28 તારીખે ક્યાં કયાં જિલ્લામાં આગાહી?
rain forecast : 28 તારીખ ના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારતે અતિ ભારે વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર અને સાબરકાંઠામાં સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |