Rain forecast in Gujarat :-ગુજરાતમાં અનેક જગ્યાએ શરૂ થયો વરસાદ સૌરાષ્ટ્ર સહિત આ જગ્યાએ આવી શકે છે વરસાદ

Rain forecast in Gujarat :- કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ધારીમાં વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

Rain forecast in Gujarat

છોટાઉદેપુરના આજે સવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. બીજી તરફ સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે.

આ વખતે મે મહિનામાં ગરમીએ જૂના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે આખા ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ વચ્ચે વરસાદના અહેવાલથી લોકોને ઘણી ખરી રાહત મળી છે.

Rain forecast in Gujarat ઉલ્લેખનીય છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, રાજ્યમાં આ વખતે 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં 10મી થી 12મી જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12મી જૂન સુધીમાં દક્ષિણ-મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 12 તારીખ સુધીનું ચોમાસું મહારાષ્ટ્ર મુંબઈથી આગળ વધશે અને ભારે વરસાદ લાવશે. ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્યગુજરાતના ભાગોમાં પહોચશે. અરબ સાગરમાં એક હવાનું લો પ્રેશર ઉભુ થઇ રહ્યુ છે. જેના કારણે તારીખ 15 સુધીમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે જણાવી છે.

આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 18થી 20માં મુબઇ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વખતે અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. આ વખતે વાવણી લાયક વરસાદ થવાની શક્યતા પણ રહેલી છે. 10 તારીખમાં તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોમાસું દસ્તક આપી દેશે.

Rain forecast in Gujarat 7થી 14 તારીખમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. 12 થી 15 તારીખમાં ગુજરાતના ઘણાં ભાગોમાં ચોમાનો વરસાદ આવી જવાની શક્યતા તેમણે વ્યકત કરી છે. આ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે.શરૂઆતનો વરસાદ ભારે ગાજવીજ અને પવન સાથે જોવા મળી શકે છે.

ખેડૂતો માટે પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થશે તેવી આગાહી છે. આ વરસાદમાં વાવણી કરવાથી રોગ થવાની શક્યતા વધારે રહેવાની અંબાલાલ પટેલે જણાવ્યું છે. પ્રથમ વરસાદ કોઇક કોઇક જગ્યાએ 2 ઇંચ તો કોઇક જગ્યાએ 4 ઇંચ થવાની શક્યતા છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment