Rain forecast :- આવતીકાલ સુધી આ 4 જિલ્લામાં કરાઈ આગાહી, હવામાન વિભાગ

Rain forecast : હાલ કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં હાલ લોકો વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. જો કે હવે ચોમાસા પહેલા ગુજરાતમાં વરસાદ ભુકકા બોલાવશે તેવી નવી આગાહી સામે આવી રહી છે.

હવામાન વિભાગની આગાહી – Rain forecast

હવામાન વિભાગ દ્વારા આવનારા સાત દિવસ પૈકી બે દિવસ માટે ગુજરાતનાં અમુક જિલ્લાઓ માટે ચેતવણી આપવામાં આવી છે, જે મુજબ ગુજરાતનાં 4 જિલ્લાઓ બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છમાં ધૂળની હળવી આંધી આવવાની આગાહી કરવામાં આવી છે.

4 જૂન સુધીમાં 40 કી.મી.થી ઓછી ઝડપે પવનની મહતમ સપાટી સાથે હળવા ધુળનું તોફાન આવવાની શક્યતા છે.

Rain forecast : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 7 દિવસ સુધી પવનની ગતિ 5 થી 30 કી.મી. પ્રતિ કલાકની જોવા મળી શકે છે. ચેતવણીવાળા વિસ્તારોમાં પવનની ઝડપ 40 કી.મી. પ્રતિ કલાકની જોવા મળશે. હવામાન વિભાગની આગાહીના પગલે ડુમસનો દરિયો બંધ કરવામાં આવ્યો છે, તેમજ માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી રહી છે.

Paresh Goswami

3 દિવસોમાં ચોમાસુ આગળ વધશે!

હવામાન વિભાગ મુજબ, કેરળમાં બેસેલું ચોમાસું આગામી 3 દિવસોમાં આગળ વધવાની શકયતા રહેલી છે. 6 જૂન સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

જયારે 7 જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રિ-મોન્સુન એકટીવીટી જોવા મળશે અને 10 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થવાની આગાહી છે. 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચવાની શકયતા રહેલી છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહીં ક્લીક કરો 
હોમ પેજ માટે  અહીં ક્લીક કરો 
વધુ માહતી  અહીં ક્લીક કરો 

 

Leave a Comment