Rain system activated આજે 23 જૂનના રોજ નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે
Rain system activated
1. રાહતની ખબર
રાજ્યમાં ચોમાસું હજુ દ.ગુજરાતમાં જ સ્થિર થતા ચિંતાની સ્થિતિ ઉભી થઇ હતી પરંતુ એક સારા સમાચાર છે, વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થતા આજ સાંજથી વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે
2. સાયક્લોનિક સર્ક્યુલેશન
શનિવારે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, સાઉથ-વેસ્ટ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. જેના કારણે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસું આગળ વધવાની પણ સંભાવના છે.
3. ઓરેન્જ એલર્ટ
આજે 23 જૂનના રોજ નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
4. યેલ્લો એલર્ટ
જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યેલ્લો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે
5. 24 જૂન
24 જૂને ભાવનગર, ભરૂચ, સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બોટાદ, અમરેલી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |