Red alert : રાજ્યમાં ચોમાસાની વિદાય સાથે મેઘરાજાએ ફરી ધડબડાટી બોલવાનું શરૂ કર્યું છે. આગામી 48 કલાક હજી રાજ્યમાં માટે ભારે છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણના જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે.
Red alert 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર!
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, નર્મદા જિલ્લામાં તથા દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, મહીસાગર, રાજકોટ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.
Red alert 28 તારીખે ક્યાં કયાં જિલ્લામાં આગાહી
આવતીકાલે એટલે શનિવારે વરસાદનું જોર થોડું ઓછું થતું થઈ રહ્યું છે. 28 તારીખે ગીર સોમનાથ, ભરૂચ, ભાવનગર, અમરેલી, વડોદરા, દાહોદ, નર્મદા, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતનાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ અને અમરેલી તથા દાહોદ, પંચમહાલ, વડોદરા, તાપી, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |