Rivers come full of horses ગુજરાતમાં રવિવાર સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાથે જ અનેક વિસ્તારોમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ગુજરાતીઓને કાળઝાળ ગરમી અને બફારામાં આંશિક રાહત મળી છે.
Rivers come full of horses
હાલ નૈઋત્યનું ચોમાસુ મુંબઈ સુધી પહોંચી ગયુ છે, એટલે કે ગુજરાતથી ચોમાસું થોડું જ દૂર છે. ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી છ દિવસ પણ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થશે તેમ જણાવ્યુ છે. અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં વીજળીના ચમકારાં અને ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે
Rivers come full of horses અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન રાજસ્થાનના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. તો આ સાથે જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે.
હજુ પણ પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતને જોડતી નદીઓમાં ઘોડાપૂર આવવાની આગાહી પણ તેમણે વ્યક્ત કરી છે. હાલ વાવાઝોડું ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.
Rivers come full of horses અંબાલાલની આગાહી મુજબ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે નદીઓમાં પુર આવે એવો વરસાદ પડવાની આગાહી છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |