તાર ફેન્સીંગ યોજના 2023 : કાંટાળા તારની વાડની યોજના, ભૂપેન્દ્ર પટેલ

તાર ફેન્સીંગ યોજના 2023 | Kantali Vad Yojana Gujarat| Taar Fencing Yojana Gujarat| [Scheme] ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના | આઇ ખેડૂત પોર્ટલ યોજના 2022 23 | તાર ફેન્સીંગ ભાવ | કાંટાળા તારની વાડ માટેની યોજના 2022-23 | Tar Fencing Yojana | ikhedut Portal | Gujarat Taar Fencing Scheme| i Khedut Scheme|ikhedut.gujarat.gov.in

તાર ફેન્સીંગ યોજના 2023 | Tar Fencing Yojana Gujarat : જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના (Tar Fencing Yojana Gujarat) ગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા. ૦૮/૧૨/૨૦૨૦ ના રોજ ઠરાવ બહાર પાડી અમલમાં મુકવામાં આવી છે.આમ તો આ યોજના વર્ષ ૨૦૦૫ થી અમલમાં છે ૫રંતુ રાજય સરકાર દ્વારા ખેડુતોના હિતમાં યોજનાને વઘુ અસરકારક અને ઉ૫યોગી બનાવવા તેમજ વઘુમાં વઘુ ખેડુતો આ યોજનાનો લાભ લઇ શકે તે માટે તેમાં અવાર-નવાર સુઘારાઓ કરવામાં આવેલ છે.

આ૫ણા દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક વધારવા માટેનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યુ છે. ત્યારે આ દિશામાં ગુજરાત સરકાર ૫ણ પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યું છે. તાજેતરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારના કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રાજ્યભરના ૩૩ જિલ્લાના ૮૦ સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં ખેડૂત કલ્યાણનાં’ યોજનાનું ઇ-શરૂઆત ગાંધીનગરમાં કર્યુ હતું. જેમાં કાંટાળી તારની વાડ બનાવવાની યોજના (tar fencing yojana Gujarat) નો ૫ણ સમાવેશ થાય છે.

તાર ફેન્સીંગ યોજના 2023 | Tar Fencing Yojana Gujarat

યોજનાનું નામ તાર ફેન્સીંગ યોજના 2023
લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂતો
રાજ્ય ગુજરાત
સહાય રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે
અરજીનો પ્રકાર ઓનલાઈન
અધિકૃત વેબસાઈટ ikhedut.gujarat.gov.in/

તાર ફેન્સીંગ યોજનાનો ઉદેશ્ય

ખેડૂતના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે સરકારશ્રી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવામાં મદદરૂ૫ થશે.

તાર ફેન્સીંગ યોજના મળવાપાત્ર લાભ

  • આ યોજના હેઠળ ચુકવવાપાત્ર સહાય બે તબકકામાં ચુકવવામાં આવશે.
  • પ્રથમ તબકકામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ (રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) ૫૦% સહાયની ચુકવણી કરવામાં આવશે.
  • બીજા તબકકાની ચુકવવાપાત્ર ૫૦ % સહાય (રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) સંપુર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જી.પી.એસ. લોકેશન સહિતનો ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ ચુકવવામાં આવશે.

તાર ફેન્સીંગ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

  • અરજી સાથે ખેડ્રત/ખેડૂતોના જુથની વિગતો
  • બેંક ખાતાની વિગતો
  • ૭/૧૨, ૮અ તેમજ આઘારકાર્ડની નકલ
  • જુથ લીડરને પેમેન્ટ કરવાનુ એફીડેવીટ
  • ખેડૂતો કામગીરી સામૂહિક રીતે કરવા સંમત છે તેવુ સંમતિ૫ત્ર
  • જુથના ખેડૂતોએ તાર ફેન્સીંગ યોજનાનો લાભ આગાઉ લીઘેલ નથી તે અંગેનુ બાંહેઘરી૫ત્રક

તાર ફેન્સીંગ યોજના માટેના સ્પેસીફીકેશન

  • થાંભલા ઉભા કરવા માટે ખાડાનુ મા૫ :- ૦.૪૦ x ૦.૪૦ x ૦.૪૦
  • થાંભલાની સાઇઝ:-(સિમેન્ટ કોંક્રિટના પ્રિટ્રેસ્ટ અને પ્રિકાસ્ટ થાંભલા, એપ્રુવ્ડ કવોલીટીના, ઓછામાં ઓછા ચાર તાર વાળા અને મિનિમમ ડાયામીટર ૩.૫૦ એમ.એમ.) ૨.૪૦ x ૦.૧૦ x ૦.૧૦ મીટર
  • બે થાંભલા વચ્ચેનું ઓછામાં ઓછુ અંતર ૩ મીટર
  • દર પંદર મીટરે સહાાયક થાંભલા બંને બાજુ મુકવાના રહેશે તેનુ મા૫ / સાઇઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે.
  • થાંભલાના ૫ાયામાં ૧ સિમેન્ટ : ૫ રેતી : ૧૦ કાળી ક૫ચી મુજબ સિમેન્ટ કોંક્રિટથી પાયામાં પુરાણ કરવાનું રહેશે.
  • કાંટાળા તાર (Barbed Wire) માટેના લાઇન વાયર તથા પોઇન્ટ વાયરના મિનિમમ ડાયામીટર ૨.૫૦ એમ એમ. વત્તા-ઓછા નું પ્રમાણ ૦.૦૮ એમ.એમ. રહેશે. કાંટાળા તાર આઇ.એસ.એસ. માર્કાવાળા ગેલ્વેનાઇઝડ, ડબલ વાયર અને જી.આઇ.કોટેડ હોવા જોઇએ.

તાર ફેન્સીંગ યોજના ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?

કાંટાળી વાડ યોજનાનો લાભ લેવા માટે તમારે i khedut પોર્ટલથી online application એપ્લિકેશન કરવાની છે.

પગલું ૧ :  i khedut પોર્ટલથી ઓપન કરો

પગલું ૨ : તેની સાઈટ ખુલશે તેમા “યોજના” લખેલુ છે તેમા ટીક કરો.

પગલું ૩ : એક મેનુ ખુલશે તેમા “close” લખેલુ છે તેના પર ટીક કરો.

પગલું ૪ : તેમા બધી યોજના ખુલશે જેમા તમારે “ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ” વાળા ખાનામા “વિગતો માટે અહી ક્લિક કરો” તેના પર ટીક કરો.

પગલું ૫ : જેમા નીચે ૬ નમ્બરના ખાનામા “અરજી કરો” લખેલુ છે તેના પર ટીક કરો.

પગલું ૬ : પેજ ખુલશે તેમા “નવી અરજી કરવા ક્લિક કરો” લખેલુ છે તેના પર ટીક કરો.

પગલું  ૭ : ગુજરાતી એક ફોર્મ ખુલશે તેમા તમારી બધી માગેલી વિગત લખો. લખાઇ ગયા પછી ફોર્મમા નીચે “અરજી સેવ કરો” લખેલુ છે તેના પર ટીક કરો.

પગલું  ૮ : જે પેજ ખુલશે તેમા તમારો અરજી ક્રમાંક લખેલો હશે તેને નોટમા લખી લેવો અને જો મોબાઇલથી કામ કરતા હોય તો તેનો સ્ક્રિનશોટ પાડી લેવો.

તાર ફેન્સીંગ યોજનાના પરિપત્રો

તા.૨૨/૧૨/૨૦૨૦ ના રોજ બહાર પાડેલ યોજનાના અમલીકરણ અંગેની ગાઇડલાઇન

તાર ફેન્સીંગ યોજના 2023 મહત્વપૂર્ણ લિંક

Official Website Click Here
HomePage Click Here

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Tar Fencing Yojana। તાર ફેન્સીંગ યોજના 2023 : કાંટાળા તારની વાડની યોજના, ભૂપેન્દ્ર પટેલ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment