Today’s forecast : ગુજરાતમાં આજે વરસાદના વિસ્તારોમાં ઘટાડો નોંધાશે હવામાન નિષ્ણાતો દ્વારા વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી રહી છે. જોકે વાવાઝોડાની અસર ગુજરાત પર જોવા નહિ મળે. હવામાન વિભાગે પણ તેમની નવી આગાહી જાહેર કરી છે. જેમાં આજે ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
Today’s forecast આજનું હવામાન કેવું રહેશે?
આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદનો વિરામ જોવા મળશે. ઘણા વિસ્તારોમાં વરાપ પણ જોવા મળશે. આજે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ના વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ શકે છે. જોકે આજે હવામાન વિભાગ દ્વારા વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યો નથી.
છતાં આજે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી માધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
Today’s forecast : અંબાલાલ પટેલ દ્વારા સપ્ટેમ્બર મહિનાની આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં એટલે કે 1 અને 2 તારીખે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. ત્યારબાદ સિસ્ટમ પર સિસ્ટમ બનશે અને 4 તથા 5 તારીખથી વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરે છે. અંબાલાલ પટેલે 10 તારીખ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની આગાહી કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |