very heavy rain forecast 28, 29 અને 30 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

very heavy rain forecast : રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ પડ્યો છે. ત્યારે 28, 29 અને 30 તારીખમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

very heavy rain forecast

28 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

28 તારીખ ના રોજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ ચાર જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે.

જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

29 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

very heavy rain forecast : 29 તારીખ ના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવેલા ફોડકાસ્ટ અનુસાર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી માધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છના અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

30 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

30 તારીખ ના રોજ પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 30 તારીખે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ભરુચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છુટા છવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છના અમુક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment