3 દિવસ સુધી અમદાવાદના રિક્ષા ચાલકો ભૂખ હડતાળ પર, જાણો ક્યા મુદ્દાને લઈ કર્યો

આજથી 3 દિવસ સુધી અમદાવાદીઓને ઓટો રિક્ષા મળવામાં મુસીબત પડી શકે છે. કારણ કે 3 દિવસ સુધી રિક્ષા ચાલકો ભૂખ હડતાળ પર ઉતરવાના છે. તેઓ ક્યા મુદ્દે આ રીતે ભૂખ હડતાળ પર ઉતર્યા છે એ વિશે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ વાત કરી કે છેલ્લા છ મહિનાથી સતત ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા સફેદ નંબર પ્લેટ ઉપર ગેરકાયદેસર ટુ-વ્હીલર વાહન બંધ કરવા માટે દરેક કંપની તેમજ સરકારી તંત્ર અને વિભાગોમાં રજૂઆત કરવામાં આવેલ છે.

riskah

અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનનું કહેવું છે કે મુંડન કાર્યક્રમ તેમજ વિરોધ પ્રદર્શન તેમજ આવેદન સાથે રૂબરૂ રજૂઆત તેમજ રીક્ષા રેલી કરીને આ વાહનો બંધ કરવા માટેની રજૂઆત કરવામાં આવેલ. વાહન વ્યવહાર કમિશનર તરફથી પણ અખબારી યાદી અને પત્ર દ્વારા જણાવવામાં આવેલ કે આવા વાહનો માં કોઈપણ પેસેન્જર એ બેસવું નહીં તેમજ આવા વાહનો ચલાવનાર કંપનીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થશે.

વિજય મકવાણા આગળ જણાવે છે કે આટલું કરવા છતાં બિન્દાસ આ કંપનીઓ દ્વારા સફેદ નંબર પ્લેટ ઉપર ટુ વ્હીલર વાહનો રોડ ઉપર ચાલી રહ્યા છે. ત્યારે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન અને પ્રગતિ રીક્ષા ચાલક યુનિયન દ્વારા ૩/૧૦ અને ૪/૧૦ અને ૫/૧૦ એમ ત્રણ દિવસ ૭૨ કલાક અમદાવાદ શહેરમાં રિક્ષા સ્વયંભૂ બંધનું એલાન આપેલ સાથે જ મોટી સંખ્યામાં રીક્ષા ચાલકો ભૂખડતાલ કરશે.

તેમજ અન્ય અલગ અલગ ગ્રુપ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા સમર્થન આપવામાં આવેલ છે. અને જ્યાં સુધી આ ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ વાળા ટુ વ્હીલર બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે

Important Link

હોમ પેજ  અહીં ક્લીક કરો 
વધુ માહિતી માટે  અહીં ક્લીક કરો 

Leave a Comment