Ambalal and Paresh Goswami નવી સિસ્ટમ સક્રિય થતાં અત્યંત ભારે આગાહી, અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહી

Ambalal and Paresh Goswami : રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા વરસાદની નવી આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની શું છે નવી આગાહી?

Ambalal and Paresh Goswami હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 24 જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જેમાં મધ્ય ગુજરાતના વિવિધ ભાગમાં 4 ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. 23 અને 24 તારીખમાં ગાંધીનગર અને અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદ પડવાનું અંબાલાલ પટેલે આગાહી કરી છે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી

Ambalal and Paresh Goswami : રાજ્યમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી વ્યકત કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદ ગુજરાતમાં ભુક્કા બોલાવશે. સુરેન્દ્રનગર, મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં પણ આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં વરસાદ બરાબરનો જામ્યો છે. ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની અત્યંત ભારે વરસાદની આગાહી

આજે 23 જુલાઈના રોજ દ્વારકા, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટ, જામનગર, ભરૂચ, સુરત, તાપી, મોરબી, ભાવનગર, અમરેલી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર, દાહોદ, નર્મદા, અમદાવાદ, આણંદ, વડોદરા  અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

24 જુલાઈએ આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર 24 જુલાઈએ કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં અમરેલી, દમણ, ગીર સોમનાથ, વલસાડ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે જૂનાગઢ, સુરત, તાપી, રાજકોટ, ભાવનગર અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય ભરૂચ, દ્વારકા, નર્મદા, બોટાદ અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

25 જુલાઈએ કયાં જિલ્લામાં પડશે ભારે વરસાદ

25 તારીખના રોજ ભાવનગર, દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

Leave a Comment