Ambalal made a big prediction ગુજરાતમાં સોમવાર સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાથે જ અનેક વિસ્તારોમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ગુજરાતીઓને કાળઝાળ ગરમી અને બફારામાં આંશિક રાહત મળી છે.
હાલ નૈઋત્યનું ચોમાસુ મુંબઈ સુધી પહોંચી ગયુ છે, એટલે કે ગુજરાતથી ચોમાસું થોડું જ દૂર છે. ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી છ દિવસ પણ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થશે તેમ જણાવ્યુ છે.
Ambalal made a big prediction
અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં વીજળીના ચમકારાં અને ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. સોમવારે પોતાની આગાહીમાં જણાવ્યુ હતુ કે, આજે, મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી છે.
Ambalal made a big predictionઆ ઉપરાંત સાબરકાંઠા,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા 11 જૂનના વરસાદના મેપ પ્રમાણે, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
વધુ માહિતી માટે | અહિં કલીક કરો |
હોમ પેજ માટે | અહિં કલીક કરો |