Ambalal Patel: નોંધી લો, વરસાદ આ તારીખોમાં બગાડશે નવરાત્રિની મજા! અંબાલાલ પટેલની માહિતી

Ambalal Patel: અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, શરદપૂનમની રાતે શ્યામ વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હશે તો ચક્રવાત થવાની શક્યતા રહેશે

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે.

એ સાથે જ દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં હવે નવરાત્રિના દિવસોમાં કેવું હવામાન રહેશે અને વરસાદ પડશે કે નહીં તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

Ambalal Patel

ગુજરાતીઓ નવરાત્રિના શોખીન છે. એટલે બધાને જ જાણવામાં રસ છે કે, આ વખતની નવરાત્રિમાં વરસાદ ગરબાની મજા બગાડશે કે નહીં. આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “હવે 30 સપ્ટેમ્બરથી તડકો નીકળશે અને ભારે અકળામણ અનુભવાશે. જોકે વરસાદ રહેતાની સાથે જ ભાદરવાના તડકાનો એહસાસ થશે.

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે સાથે વાત કરતા જણાવ્યું છે કે, 30 સપ્ટેમ્બરથી ઉઘાડ નીકળી જશે અને અકળામણ અનુભવાય તેવો તડકો પડશે. પરંતુ નવરાત્રીની શરૂઆતમાં હસ્ત નક્ષત્રના કારણે ગાજવીજ સાથે હળવો વરસાદ થશે. તેમ જ નવરાત્રીના મધ્ય ભાગમાં તડકો પડશે અને નવરાત્રીના અંતમાં ફરી એક વખત ચિત્રા નક્ષત્રને કારણે પણ વરસાદ થશે.

હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યુ છે કે,  “ત્રણથી પાંચ ઓક્ટોબર દરમિયાન હળવો વરસાદ થશે. ચિત્રા નક્ષત્રમાં સાતથી 12 ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતમાં થોડો વધુ વરસાદ થઈ શકે છે. દરિયા કિનારાના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો 10થી 12 ઓક્ટોબરે હળવા ઝાપટાની શક્યતા છે.”

હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યુ છે કે, “શરદપૂર્ણિમાની રાતે શ્યામ વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હશે તો ચક્રવાત થવાની શક્યતા રહેશે. શરદ પૂર્ણિમા પછી પણ વરસાદી છાંટા પડે. ઓક્ટોબર મહિનામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા રહે છે.

ચોમાસાની વિદાય બાદ પણ વરસાદ રહેશે. જોકે ચોમાસુ નવરાત્રિમાં વરસાદની આગાહીને લઈ આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત છે તો સાથે જ ચોમાસુ પાક પણ તૈયાર થઈ ગયો છે અને પાછોતરા વરસાદની આગાહીને લઈ ખેડૂતો પણ ચિંતામાં છે.”

Leave a Comment