Ambalal Patel new forecast :- હજી તરબોળ કરે તેવો વરસાદ બાકી છે! જાણો અંબાલાલ પટેલની નવી આગાહી

Ambalal Patel new forecast : ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી મધ્યપ્રદેશમાં બનેલી વરસાદી સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, સમુદ્રમાં હજી સિસ્ટમ બનશે જેના કારણે જુદા જુદા ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે તેમણે નવરાત્રીમાં પણ ગુજરાતમાં કેવો વરસાદ થશે તે અંગેની આગાહી જાહેર કરી છે.

અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી – Ambalal Patel new forecast

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, બંગાળ ઉપસાગરની સિસ્ટમ મજબૂત છે જેના લીધે દક્ષિણ ગુજરાતનાં, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી છે. આ સિસ્ટમ મજબૂત હતી જે સૌરાષ્ટ્ર તરફ આગળ વધતા જુદા જુદા ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, મધ્ય ગુજરાતનાં ભાગોમાં હજુ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં ખાબકવાની શક્યતા છે.

ચોમાસાની વિદાય ક્યારે થશે? – Ambalal Patel new forecast

ચોમાસાની વિદાય અંગે અંબાલાલ પટેલે જણાવતા છે કે, હવામાન વિભાગે ચોમાસાની પીછેહઠ દર્શાવી છે છતાં આ પીછેહઠમાં બ્રેક લાગી જવાની સંભાવના છે. આ જે સિસ્ટમ છે તે મજબૂત છે તેથી 28 સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનવાની સંભાવના છે. જે બાદ ત્રીજી ઓક્ટોબરે પણ એક સિસ્ટમ બનવાની શક્યતા રહેલી છે. આ જુદા જુદા વરસાદી સિસ્ટમને કારણે હજી પણ વરસાદ પડવાની આગાહી છે.

અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, નવરાત્રીની શરૂઆતમાં ગરમી અનુભવાશે જેના કારણે લોકલ સિસ્ટમ બનવાની શક્યતા રહેલી છે. હસ્ત નક્ષત્ર હાથીયોને કારણે જુદા જુદા ભાગમાં વરસાદ થવાની સંભાવના રહેશે. જોકે, સાગરકાંઠે પવન ઘણો ફુંકાઈ શકે છે. ત્યારબાદ ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થવાની આગાહી છે. એટલે 8 થી 12 ઓક્ટોબરમાં પણ વરસાદ પડી શકે છે.

7 થી 13 ઓક્ટોમ્બરમાં નવી સિસ્ટમ બનશે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, ઓક્ટોબર મહિનામાં સમુદ્ર કાંઠે સાયક્લોન બનવાની પણ શક્યતા છે. 7 થી 13 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. બંગાળ ઉપસાગરમાં 14 થી 28 ઓક્ટોબર હલચલ જોવા મળી શકે છે. બંગાળ ઉપસાગરમાં મજબૂત સાયક્લોન  આ ભારે સાયક્લોનને કારણે દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાંખે તેવો વરસાદ થઈ શકે છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

 

Leave a Comment