Ambalal Patel Predictions: ગાંધીનગરનાં જાણીતા જ્યોતિષ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં ગુજરાતનાં કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે.
રાજ્યમાં બે-ત્રણ વરસાદનું જોર ઘટી જવાથી કેટલાક ભાગમાં ઝાપટા જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. હજી શામળાજીના ભાગો, વિજયનગરના ભાગો અને બનાસકાઠાં-મહેસાણાના કોઈ-કોઈ ભાગમાં હળવા ભારે વરસાદી ઝાપટા થઈ શકે છે.
Ambalal Patel Predictions
ઓગસ્ટ માસમાં દેશના ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પાંચ ઓગસ્ટ પછી મોન્સુન ધરી દેશની ઉત્તરીયપૂર્વીય ભાગમાં ગઈ છે.
આથી ઉત્તર પૂર્વિય ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસું નબળું છે, પંરતુ ભિન્ન ભિન્ન ભાગમાં લો-પ્રેશર બને છે અને બંગાળનાં ઉપસાગરમાં સિસ્ટમો બન્યા કરે છે એટલે રાજ્યનાં ભાગમાં વરસાદ થયા કરે છે.
Ambalal Patel Predictions: આશ્લેષા નક્ષત્રમાં વરસાદ થયો છે, તેના વરસાદી ઝાપટા કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા તો કેટલાક ભાગમાં હળવા વરસાદી ઝાપટાં આ સપ્તાહ દરમિયાન રહેશે.
તા. 12થી 15 ઓગસ્ટમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. આ વખતે ચોમાસું ધીરે-ધીરે સુધરતું જશે અને ઓગસ્ટના અંતમાં લા-નીનોની કંડીશન બનતા સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
મહત્વની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |