Ambalal Patel weather અંબાલાલ પટેલ; સિસ્ટમ નજીક આવતાં ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી

Ambalal Patel weather: ગુજરાતમાં અનેક ભાગોમાં વિરામ બાદ વળી પાછી હવે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. 26 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Ambalal Patel weather

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી કે, આગામી તારીખ 23થી 26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. બંગાળની ખાડીની સિસ્ટમ સાથે અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે.

Ambalal Patel weather: ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. 26મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલે એમ પણ કહ્યું કે, 24 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે. ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં સરેરાશ 27 ટકા વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના 13 જિલ્લામાં વરસાદની અછતનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં અનિયમિત વરસાદના લીધે વરસાદની ઘટ સર્જાઈ છે.

23 ઓગસ્ટના રોજ નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 24 ઓગસ્ટે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

 

Leave a Comment