ગમે એવો કમરનો દુખાવો હોય .કમરનો દુ:ખાવો અલ્સર (પેટમાં પડતું છાલું) જેવો હોય છે. શરીરમાં તણાવ વધે એટલે દુ:ખાવો પણ વધે પણ એનો મતલબ એ પણ નથી કે તણાવ ઘટે એટલે દુ:ખાવો સંપૂર્ણપણે મટી જાય.
ઘણી બધી વખત કમરના દર્દથી પીડાતા દર્દીઓ ઉતાવળમાં સર્જરી કરાવવાનો નિર્ણય લેતા હોય છે, પરંતુ કમર એ જેટલી મનાય છે એવી બરડ (નાજુક) હોતી નથી એટલે તેમાં દુ:ખાવો થતાં બહુ ગભરાવવાની જરૂર હોતી નથી. એટલે સૌ પ્રથમ દુ:ખાવો થવાનું કારણ જાણી તેની સાચી અને સારી રીતે સારવાર થાય તો કોઇપણ પ્રકારની સર્જરી વિના તેમાં ખૂબ સારી રાહત મેળવી શકાય છે.
ગમે એવો કમરનો દુખાવો હોય?
કયાં કારણોથી કમરનો દુ:ખાવો થતો નથી?
ઘણી ઘણી વખત X-ray, MRI જેવા રિપોર્ટ કરાવ્યા પછી પણ દર્દીના કમરના દુ:ખાવા અને રિપોર્ટમાં તફાવત હોય છે, એટલે જ દર્દીની સાચી અને સારી રીતે તપાસ કરવામાં આવે, તેમાં તેના કમરની આસપાસના સ્નાયુનો પાવર તથા તેમાં રહેલી ટેન્ડરનેસ (સોજો) તથા કમરમાંથી નીકળતી નવ્સ (Nerve) ના જુદા જુદા ટેસ્ટ કરીને પણ ચેક કરી શકાય છે. ખૂબ જ મહત્વનું એ છે કે કમરના મણકા એ એક પ્રકારનાં હાડકાં છે અને હાડકાંને પકડી રાખવા માટે તેની આસપાસના સ્નાયુઓ તેને મદદ કરે છે. તે સ્નાયુઓને એન્ટીગ્રેવિટી મસલ્સ પણ કહેવાય છે. જો એન્ટીગ્રેવિટી મશલ્સ (સ્નાયુ) નબળા પડે તો બે મણકા એકબીજા પાસે આવવાની શરૂઆત થાય છે તથા તે સ્નાયુમાં સોજો આવી જોય છે, જેનાથી કમરના દુ:ખાવાની શરૂઆત થતી હોય છે.
ઘણી બધી વાર કમરના દુ:ખાવા અંગે એવી ગેરમાન્યતાઓ હોય છે કે સ્ત્રીઓને ડીલીવરી પછી કમરનો દુ:ખાવો રહેશે જ. પરંતુ તે તદન ખોટું હોય છે. ડીલીવરી (પ્રસૂતિ) પછી સામાન્ય રીતે સ્ત્રીઓને બંને બાજુ સેકરોઇલિયાક જોઇન્ટર (SI joint) નો દુ:ખાવો થતો હોય છે. તેનું કારણ એ છે કે પ્રસૂતિ દરમિયાન પેટના ભાગમાં વધારો થાય એટલે પાછળ કમરની નજીકના સાંધા સેકરોઇલિયા જોઇન્ટર પર દબાણ તણાવ વધે છે. તેનાથી તેને પક્ડી રાખતા લિગામેન્ટમાં સોજો આવી જતો હોય છે. એ દુ:ખાવો સ્ત્રીઓને પજવે છે, નહીં કે કમરનાં મણકા… પરંતુ આ રોગનું નિદાન ન થાય તો તેની સારવાર થઈ શકતી હોતી નથી.
આ જ રીતે ઘણીવાર સ્ત્રીઓનું માનવું હોય છે કે C- સેક્શન (સિઝેરિયન) પછી કમરના મણકાનો દુ:ખાવો થતો હોય છે કારણકે તેમને મણકામાં ઈન્જેકશન આપવામાં આવ્યું હોય છે. પરંતુ તે પણ એક પ્રકારની ગેરમાન્યતા છે. કમર દુ:ખાવાનું કારણ એની આસપાસનાં સ્નાયુમાં આવેલો સોજો તથા તેની નબળાઈ હોય છે તથા ડીલીવરી (પ્રસૂતિ) દરમિયાન કમર પર તણાવ ખૂબ જ વધી જતો હોય છે, જેનાથી આ દુ:ખાવાની શરૂઆત થતી હોય છે.
ઘણી બધી વખત લોકો એવું કહેતા જોવા મળે છે કે કમરનો દુ:ખાવો તે મગજમાં રહે એ પ્રકારની સાયકોલોજિકલ ઇફેકટ હોય છે. પરંતુ એવું દરેક કિરસામાં સાચું હોતું નથી. કમરનો દુ:ખાવો અલ્સર (પેટમાં પડતું છાલું) જેવો હોય છે. શરીરમાં તણાવ વધે એટલે દુ:ખાવો પણ વધે પણ એનો મતલબ એ પણ નથી કે તણાવ ઘટે એટલે દુ:ખાવો સંપૂર્ણપણે મટી જાય.
આજ કાલ યોગા ને પણ કમરના દુ:ખાવા માટેની સારવાર ગણવામાં આવે છે. પરંતુ તે પૂર્ણ સાચું નથી, કારણ કે યોગાથી શરીર, મગજ અને આત્માનાં સંતોલનમાં ફેરફાર થાય છે તથા સ્નાયુમાં ફ્લેક્સિબિલિટી આવે છે અને તેનાથી તણાવ ઘટાડી શકાય છે, પરંતુ યોગાથી કમરના દુ:ખાવાની સારવાર સંપૂર્ણપણે થઇ શકે છે એવું હોતું નથી. હા, એ શક્ય છે સ્નાયુની સ્ટ્રેચિંગ કસરત કરવાથી રાહત મળી શકે છે ઘણી વાર તો દર્દીઓ યોગામાં સાચી રીતે આસન કરવાથી જ કમરનાં રોગોની શરૂઆત થઇ હોય એવું જોવા મળે છે. ઘણા બધા લોકો જ્યારે લાંબા સમયથી કમર દુ:ખતી હોય ત્યારે એવું માનતા હોય કે તેમને મણકામાં કેન્સર કે ટી.બી. જેવી ભયંકર બીમારીનો દુ:ખાવો તો નથી ને! સામાન્ય રીતે 1% લોકોમાં જ આવું જોવા મળતું હોય છે, પરંતુ તમને નીચેનામાંથી કોઇ ચિહ્નો જોવા મળે તો તમે આવી ભયંકર બીમારીનો શિકાર હોય અથવા આગળ કોઇ નિદાન કરાવવું
ગમે એવો કમરનો દુખાવો હોય
- જો તમને સતત ખરાબ રીતે કમરનો દુ:ખાવો 6(Six) અઠવાડિયાથી વધારે હેરાન કરતો હોય.
- તમારા દુ:ખાવામાં સતત વધારો થતો હોય અને કોઇ પણ પ્રકારની રાહત ન મળતી હોય.
- જો તમને સાથળ અને થાપાના ભાગમાં ખૂબ જ ઝણઝણાટી રહેતી હોય, ઝાડા પેશાબ કંટ્રોલ કરવામાં તકલીફ થતી હોય.
- તમને ખૂબ જ ગંભીર અકસ્માત થયો હોય, જેમાં તમને મણકા પર ખૂબ જ વજન આવ્યું હોય તેનાથી મણકાનું ફ્રેક્ચર થવાની સંભાવના વધી જતી હોય છે.
આ ઉપરની કંડીશન (તકલીફો) સીવાય અગર તમને ગાદીની આસપાસ સોજો આવી ગયો હોય, પગમાં ઝણઝણાટી આવતી હોય (સાયટિકા) અથવા કમરની આસપાસ સતત દુ:ખાવો રહેતો હોય તો એ સારવાર ખૂબ જ સારી રીતે શક્ય હોય છે.
- આખરે કેમ થાય છે કમરનો દુખાવો?
- કમરના દુખાવાની સમસ્યા ક્યારે ગંભીર સંકેત તરીકે લેવી? કમરના દુખાવાની સમસ્યા દૂર કરવાના સરળ ઉપાયો અંગે તમે જાણો છો?
- આ સમસ્યાને લઈને ડૉક્ટર પાસે ક્યારે જવું?
ઘણા લોકોને, ખાસ કરીને ઓફિસમાં બેઠા રહેતા કે બેઠાડુ જીવીન જીવતા લોકોને કમરના દુખાવાની ઘણી ફરિયાદો રહેતી હોય છે.
આ સમસ્યાને સામાન્ય સમજીને ઘણા ડૉક્ટર પાસે નથી જતા. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે પીઠનો દુખાવો એ મોટી સમસ્યાનું સ્વરુપ ધારણ કરી લે છે. પરંતુ આવું ક્યારે બને છે?
પીઠના દુખાવા પાછળનાં સામાન્ય કારણો શું છે?
તેનાથી છુટકારો મેળવવા શું કરવું?
ક્યારે તેને લઈને ડૉક્ટર પાસે જવું?
ગમે એવો કમરનો દુખાવો હોય તો દવા લેવાની જરૂર નથી।કમરના દુખાવાનાં કારણો
ભારે અથવા ટૂંકા ગાળાનો પીઠનો દુખાવો થોડા દિવસોથી લઈને અઠવાડિયાં સુધી રહી શકે છે. ક્રોનિક પીઠનો દુખાવો ત્રણ અઠવાડિયાંથી વધુ સમય સુધી ચાલુ રહે છે.
આ દુખાવો સામાન્ય રીતે બેસતી વખતે કે ઊભા રહેવાથી, શરીરને બેડોળ રીતે વાળવાથી અથવા ખોટી રીતે ભાર ઉપાડવાથી અયોગ્ય મુદ્રાને કારણે થાય છે.
પીઠનો દુખાવો સામાન્ય રીતે ગંભીર પરિસ્થિતિ ઊભી કરતો નથી અને તે મોટા ભાગના કિસ્સાઓમાં, તે એકથી બે અઠવાડિયાંમાં સારો થઈ જાય છે. પેઇનકિલરની મદદથી તેનો ઇલાજ કરી શકાય છે.
કમરના દુખાવાનાં કારણો અંગે વાત કરતાં અમદાવાદ ઑર્થોપેડિક સર્જન ડૉ. ધ્યાન પટેલ કહે છે કે કમરનો દુખાવો આમ તો ઘણાં બધાં કારણોને લીધે થઈ શકે છે, પરંતુ મોટા ભાગે આ દુખાવો ચાર કારણોને લીધે થતો હોય છે.
તેઓ કમરના દુખાવાનાં કારણો વિશે વાત કરતાં કહે છે કે, “કમરના મણકાની આસપાસના સ્નાયુમાં સોજો ચડવાના કારણે કમરનો દુખાવો થઈ શકે છે. કોઈ ભારે વસ્તુ ઉપાડવાથી, ધક્કો મારવાથી, અસામાન્ય રીતે બેસવાની ટેવને કારણે પણ અચાનક કમરના સ્નાયુ પર સોજો ચડી શકે છે. જેને સાદી ભાષામાં કમરમાં ચસક ભરાઈ એવું કહેવાય.”
તેઓ આગળ વાત કરતાં કહે છે કે, “બીજાં કારણોમાં મણકા વચ્ચેની ગાદી ખસકી જવી, મણકામાં ઘસારાના કારણે તેમજ કરોડરજ્જુની અમુક અન્ય સમસ્યાઓના કારણે પણ કમરનો દુખાવો થઈ શકે છે.”
ગમે એવો કમરનો દુખાવો હોય સંભાળ
દર્દશામક : પૅરાસીટામોલ અને આઇબુપ્રોફેન જેવી નોન-સ્ટીરોઇડ એન્ટિ-ઇન્ફ્લેમેટ્રી દવાઓ પીઠના દુખાવાને નિયંત્રણમાં રાખવા માટેની અસરકારક પેઇનકિલર છે.
ગરમ અને ઠંડી સારવાર : ગરમ પાણીથી સ્નાન અથવા ગરમ પાણીની બૉટલ દુખાવાની જગ્યાએ મૂકવાથી પીડા દૂર કરવામાં મદદ મળે છે.
ઠંડી સારવારમાં આઇસ પૅક અથવા ફ્રોઝન શાકભાજીની બૅગ પીડાદાયક જગ્યા પર મૂકવામાં આવે છે તે પણ અસરકારક છે.
સ્નાયુ ઢીલા મૂકવા : આરામ કરવો એ પીડાને હળવી કરવાનો મહત્ત્વનો ભાગ છે કારણ કે સ્થિતિ વિશે ચિંતા કરવાથી સ્નાયુઓ તણાવ વધે છે અને પરિસ્થિતિ વધુ કથળે છે.
કસરત : લાયક પ્રશિક્ષકની દેખરેખ હેઠળ સમૂહમાં કસરત કરવી.
સમૂહમાં સ્નાયુને મજબૂત કરવા અને મુદ્રામાં સુધારો કરવા માટેની કસરતો કરવાથી રાહત થાય છે.
ઘણા લોકો કમરના દુખાવાને ગંભીરતાથી નથી લેતા અને ડૉક્ટર પાસે જવાનું ટાળે છે. કેવી પરિસ્થિતિમાં ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ?
આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. ધ્યાન પટેલ કહે છે કે, “જ્યારે કમરના દુખાવાના કારણે પગ સુધી દુખાવો થતો હોય, પગમાં ચડવાની સમસ્યા સર્જાય તો તરત ડૉક્ટર પાસે જવું જોઈએ.”
પીઠનો દુખાવો ન થાય તે માટે શું ધ્યાનમાં રાખવું?
દુખાવો ન થાય એ માટેના ઉપાયો સૂચવતાં ડૉ. ધ્યાન પટેલ કહે છે કે, “કમરનો દુખાવો ટાળવા માટે કમરના સ્નાયુઓને મજબૂત કરવા માટેની કસરત કરવી જોઈએ. તેમજ વિટામિન બી 12 અને વિટામિન ડી 3ની કમી હોય તો તે માટેની ગોળીઓ લેવી જોઈએ.”
ડૉ. ધ્યાન પટેલ કમરના દુખાવાના ઇલાજ અંગે સલાહ આપતાં કહે છે કે, “જ્યારે પણ કમરમાં દુખાવો થાય તો પોતાના ફિઝિશિયનને બતાવવું જરૂરી છે. જેથી ગંભીર સમસ્યા થતા પહેલાં ઇલાજ થઈ શકે.”
આ સિવાય પીઠનો દુખાવો સામાન્ય રીતે નિયમિત કસરત દ્વારા અટકાવી શકાય છે.
ઊભા રહેતી વખતે યોગ્ય મુદ્રા : તમારું માથું આગળ રાખીને અને કમર સીધી રાખીને ઊભા રહેવું.
બેસતી વખતે યોગ્ય મુદ્રા : પીઠના ભાગે નાનો ટેકો લઈને સીધા બેસવું.
એડીવાળા બૂટ ન પહેરવા.
તણાવ અને ચિંતા ઘટાડવાનો પ્રયાસ કરવો.
સ્નાયુમાં તાણનું કારણ બની શકે તેવી અચાનક હલનચલન ટાળવું.