બોર્ડની પરીક્ષાઓને લઈને શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન, વર્ષમાં બે વાર 10-12 બોર્ડની પરીક્ષા આપવાની જરૂર નથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત તાજેતરમાં જ બે વખત બોર્ડની પરિક્ષા આયોજિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ઓગસ્ટમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અનુરૂપ સ્કૂલ શિક્ષણ માટે એક નવા અભ્યાસક્રમનું માળખું લોન્ચ કર્યું હતું. હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મોટું નિવેદન આપતા કહ્યું કે, હવે વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વખત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત નહીં રહેશે.
બે વખત બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત નથી
શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ પાસે એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEEની જેમ વર્ષમાં બે વખત (ધોરણ 10 અને 12 બોર્ડ)માં બેસવાનો વિકલ્પ હશે. તેઓ બેસ્ટ સ્કોર પસંદ કરી શકે છે. પરંતુ તે સંપૂર્ણપણે વૈકલ્પિક હશે તેમાં કોઈ ફરજિયાત નહીં હોય. કારણ કે વિદ્યાર્થીઓ મોટા ભાગે એવું વિચારીને સ્ટ્રેસ લેતા હોય છે કે, તેમનું એક વર્ષ બરબાદ થઈ ગયું અને પોતે તક ગુમાવી દીધી તેઓ વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત. એટલા માટે એક તકના ડરથી ઊભો થતો તણાવ ઘટાડવા માટે વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાનો ઓપ્શન આપવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે જો કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે તે સંપૂર્ણ રીતે તૈયાર છે અને પરીક્ષાના પ્રથમ સેટના સ્કોરથી સંતુષ્ટ છે તો તે આગામી પરીક્ષામાં સામેલ ન થવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. કંઈપણ ફરજિયાત નહીં રહેશે.
વિદ્યાર્થીઓ બે વખત બોર્ડ પરીક્ષાથી ખુશ છે: શિક્ષણ મંત્રી
ઓગષ્ટ મહિનામાં શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નવા અભ્યાસક્રમ માળખા (NCF) પ્રમાણે બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વખત આયોજિત કરવામાં આવશે જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે, વિદ્યાર્થીઓ પાસે સારુ પ્રદર્શન કરવા માટે પૂરતો સમય અને તક હોય અને તેમને સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવી રાખવાનો વિકલ્પ મળે. પ્રધાને કહ્યું કે, વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાઓ યોજવાની યોજના પર અમને વિદ્યાર્થીઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. NCFની જાહેરાત બાદ મેં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. વિદ્યાર્થીઓએ તેની પ્રશંસા કરી અને આ વિચારથી ખુશ છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે, 2024 થી વર્ષમાં બે વખત પરીક્ષાઓ આયોજિત કરી શકાય.
નવા કરીકુલમ ફ્રેમવર્કમાં થશે આ ફેરફાર
- બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વખત આયોજિત કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને બેસ્ટ સ્કોર લાવવાની પરવાનગી આપવામાં આવશે.
- ધોરણ 11, 12માં વિષયોની પસંદગી માત્ર સ્ટ્રીમ પુરતી મર્યાદિત રહેશે નહીં, વિદ્યાર્થીઓને પસંદગીમાં સુગમતા મળશે.
- 2024ના શૈક્ષણિક સત્ર માટે પાઠ્યપુસ્તકો વિકસિત કરવામાં આવશે.
- પાઠ્યપુસ્તકની કિંમત પર પણ વિચાર કરવામાં આવશે
- સ્કૂલ બોર્ડ યોગ્ય સમયમાં ‘ઓન ડિમાન્ડ’ પરીક્ષાઓ કરવાની ક્ષમતા વિકસિત કરશે.
Important Link
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |