ભગવાન કા દિયા સબ કુછ હૈ, બંગલા હૈ… ગાડી હૈ… પર બીવી નહિ…

Are You Looking for ભગવાન કા દિયા સબ કુછ હૈ, બંગલા હૈ… ગાડી હૈ… પર બીવી નહિ…| નમસ્કાર મિત્રો nhmsatararecruitment.in વેબસાઇટ પર તમારું સ્વાગત છે આજના આ લેખમાં આપણે Bhagwan ka diya sab kuch hai, bungalow hai… car hai… but no wife…વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

પાટીદાર સમાજમાં યુવકોને પરણવા માટે કન્યા ખૂંટી પડતા હવે અન્ય રાજ્યોમાં નજર દોડાવી… ગુજરાત બહાર વસતા પાટીદાર સમાજ સાથે સંબંધો કેળવવામાં આવશે…

ભગવાન કા દિયા સબ કુછ હૈ, બંગલા હૈ… ગાડી હૈ… પર બીવી નહિ… :

ગુજરાતમા સુખી સંપન્ન સમાજની છાપ ધરાવતા પાટીદાર સમાજને એક મોટી આફત આવી પડી છે. પાટીદારો જે પણ કરે તેમાં છુટ્ટા હાથે રૂપિયા વેરે છે. પરંતુ આ સમાજ પાસે હાલ કન્યાઓની અછત છે.

પાટીદાર યુવકોને પરણવા માટે કન્યા નથી મળી રહી. અને જે યુવતીઓ છે તે વિદેશ જવા માંગે છે. ત્યારે કન્યાઓની અછતને લઈને મધ્ય ગુજરાત પાટીદાર સમાજ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આણંદના ભાલેજ થાતે મળેલી મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજની આત્મચિંતન શિબિરમાં નિર્ણય લેવાયો કે ગુજરાત બહાર વસતા પાટીદાર સમાજ સાથે સંબંધો કેળવવામાં આવશે.

ભગવાન કા દિયા સબ કુછ હૈ, બંગલા હૈ… ગાડી હૈ… પર બીવી નહિ…

આણંદના ભાલેજ ખાતે મળેલી ચિંતન શિબિરમાં જુદા જુદા 30 સમાજના 125 જેટલા અગ્રણીઓ આવ્યા હતા. આ તમામ અગ્રણીઓએ એકમતે નક્કી કર્યું કે, મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજમાં દીકરીઓની અછત છે. આ અછતને પૂરી કરવા માટે ગુજરાતના જ પાટીદારો જે વર્ષોથી ગુજરાત બહાર વસેલા છે, તેમની સાથે સંબંધ કેળવવામા આવશે.

ત્યાંની દીકરીઓને ગુજરાત લાવવાની એક પહેલ કરવા ગુજરાતના પાટીદાર સમાજે નિર્ણય લીધો છે. આ માટે એક સંપર્ક ટીમ બનાવી છએ. જે અલગ અલગ રાજ્યોમાં સંપર્ક કરીને ત્યાં વસતા પાટીદારોના આગેવાનોને મળીને ત્યાંની દીકરી-દીકરા સાથે સંપર્ક કરશે. આ નિર્ણય માટે તમામ લોકોએ સહમતી સાધી છે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજમાં પુત્ર સંખ્યામાં પુત્રીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ કારણે મહેસાણાના વિસનગર ખાતે આજે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 યુવતીઓ હાજર રહેવાના ટાર્ગેટ સામે આ સ્વંયવરમાં 40 યુવતીઓ હાજર રહી હતી. જેની સામે 500 યુવકો હાજર રહ્યા હતા.

પાટીદાર સમાજે તમામ ક્ષેત્રે પ્રગતિ કરી છે. પણ પાટીદાર સમાજની આ પ્રગતિ વચ્ચે દીકરા અને દીકરીઓની સંખ્યામાં સમાનતા નથી જળવાઈ. આ કારણે પાટીદાર સમાજના દીકરાઓ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવા છતાં અને સારી આવક ધરાવતા હોવા છતાં લગ્નથી વંચિત રહ્યા છે.

આ કારણે મહેસાણા જિલ્લામાં અન્ય રાજ્યમાંથી યુવતીઓ સાથે લગ્ન કરવાનું ચલણ વધ્યું છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 8 વર્ષમાં 750 કરતા વધુ યુવતીઓ બૂંદેલખંડ અને ચિત્રકૂટ વિસ્તારમાંથી લગ્ન માટે લાવવામાં આવી છે.

ત્યારે જે રાજ્યમાં આજે પણ દહેજ પ્રથા અસ્તિત્વમાં છે. તેવા રાજ્યોના પાટીદાર સમાજને એક મંચ ઉપર લાવી લગ્નથી વંચિત સ્થાનિક યુવાનોને લગ્ન માટે યુવતી મળે તેવો પ્રયાસ કુર્મી પાટીદાર મહાસભા દ્વારા કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, પાટીદાર કુર્મી મહાસભા દ્વારા જે સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં મોટાભાગે મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રથી 40 યુવતીઓ હાજર રહી હતી.

Whatsapp મા આવ્યુ નવુ ફીચર

Leave a Comment