Coaching Sahay Yojana 2024 : સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિવિધ રીતે પ્રોત્સાહન મળે, વિદ્યાર્થીઓમાં વિવિધ વિષયો પરત્વે Skill Development વિકસીત થાય, તે માટે વિદ્યાર્થીલક્ષી વિવિધ યોજનાઓ જેવી કે શૈક્ષણિક અભ્યાસ લોન, વિદેશ અભ્યાસ લોન, સ્પર્ધાત્મક પરિક્ષા માટે તાલીમ સહાય યોજનાઓ અમલમાં મુકી છે.
વિદ્યાર્થી મિત્રો, આ આર્ટિકલમાં તેવી જ એક યોજના Tuition Sahay Yojana (કોચિંગ સહાય યોજના) યોજના વિશે વિગતે માહિતી મેળવીશું. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા સંચાલિત ટ્યુશન સહાય યોજનામાં વિદ્યાર્થી Online Application કેવી રીતે કરી શકે?
સહાય માટે અભ્યાસ સંબંધિત શૈક્ષણિક લાયકાત શું હોય છે? ટ્યુશન માટે કેટલી સહાય મળે છે? વગેરે જેવી બાબતોની સંપુર્ણ અને સરળ માહિતી માટે આ આર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી છે.
ટ્યુશન ફી સહાય યોજના | Coaching Sahay Yojana 2024
યોજનાનું નામ | ટ્યુશન સહાય યોજના (કોચિંગ સહાય યોજના) |
સરકારી વિભાગ | ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા સંચાલિત. |
વિદ્યાર્થીની પાત્રતા. | ધોરણ- 11 અને ધોરણ- 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. |
પુર્વ શરત | વિદ્યાર્થીને ધોરણ-10 માં 70% કે તેથી વધુ માર્કસ હોવા જોઈએ. |
ટ્યુશન સહાય | વાર્ષિક ₹ 15,000/- પ્રોત્સાહક સહાય |
Official Website | gueedc.gujarat.gov.in |
ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી સહાય યોજના
ગુજરાત રાજયની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, વિધુર, વિકલાંગ તથા વંચિત જ્ઞાતિના ધોરણ-૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેઓ ધોરણ ૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં ૭૦% કે તેથી વધુ ગુણ સાથે પાસ કરી ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે છે
વિદ્યાર્થીઓને ધોરણ ૧૧માં પ્રથમ વર્ષ માટે રૂ. ૧૫,૦૦૦/- તથા ધોરણ ૧૨માં બીજા વર્ષ માટે રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- ની ખાનગી ટ્યુશન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વિદ્યાર્થી/વાલીની વાર્ષિક આવક રૂ. ૪.૫૦ લાખ ધ્યાનમાં લેવામાં આવે છે. યોજના વર્ષ ૨૦૧૪-૧૫ થી અમલમાં મૂકવામાં આવી છે.
ટ્યુશન ફી સહાય યોજના જરૂરી પુરાવા : Coaching Sahay Yojana 2024 gujarat
- જાતિનું પ્રમાણપત્ર
- વિદ્યાર્થીના બેંક પાસબુકની પ્રથમ પોસ્ટની ખરી નકલ અથવા કોન્સલ ચેક
- વિદ્યાર્થીના પિતા/વાલીના આવકનું પ્રમાણપત્ર (આવક મર્યાદા રૂ. 4,50,000 થી ઓછી)
- ધોરણ 10 ની માર્કશીટ/રીઝલ્ટ
- અન્ય માર્કશીટ/છોલા વર્ષનું રિઝલ્ટ (જો ધોરણ 12 ની શિષ્યવૃત્તિ માટે અરજી કરવાનું હોય તો)
- ફર્સ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ (SSC રિઝલ્ટ સાથે મળેલ)
- પ્રાઇવેટ ટ્યુશન સંસ્થા દ્વારા મળેલ ફી ની ઓરિજિનલ રસીદ
ટ્યુશન ફી સહાય ફોર્મ મેળવવા અને અરજી કરવાની પ્રક્રિયા : Coaching Sahay Yojana 2024
આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન https://www.digitalgujarat.gov.in વેબસાઈટ પરથી ફોર્મ મેળવી શકાય છે. નીચે દર્શાવેલ લિંક દ્વારા પણ ફોર્મ મેળવી શકાશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફોર્મની કોપી અને પુરાવાઓ વેરિફિકેશન માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (જ્યાં તમારા તાલુકા/જિલ્લાનો સત્તા આપોલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાની રહેશે.
Important Links
વેબસાઈટ | અહીં ક્લીક કરો |
માટે વધુ માહિતી માટે | અહીં ક્લીક કરો |
હોમ પેજ | અહીં ક્લીક કરો |