શૈક્ષણિક કેલેન્ડર 2023-24: EDUCATION CALENDAR 2023: GCERT CALENDAR 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ગુજરાતની શાળાઓ માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામા આવે છે. આ શૈક્ષણિક કેલેન્ડર મા મહિનાવાઇઝ કામના દિવસો, જાહેર રજાની વિગતો, બોર્ડ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓની સંભવિત તારીખો, વેકેશનની તારીખો વગેરે જેવી માહિતી જાણી શકાય છે. ગુજરાત શિક્ષણ બોર્ડ નુ વર્ષ 2023-24 માટેનુ શૈક્ષણિક કેલેન્ડર નીચે મુજબ છે.
શૈક્ષણિક કેલેન્ડર 2023-24
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતમા દર વર્ષ મુજબ આ વર્ષનુ એટલે કે શૈક્ષણિક કેલેન્ડર 2023-24 જાહેર કરવામા આવ્યુ છે. આ શૈક્ષણિક કેલેન્ડરથી વિદ્યાર્થીઓ ને માસ વાર અભ્યાસ ક્રમ , શાળાકિય પ્રવ્રુતિ, દિવાળી વેકેશન, સત્રાંત પરિક્ષાઓ, બોર્ડની પરિક્ષાઓ, જાહેર રજાઓ વગેરે મુજબ શૈક્ષણીક કેલેન્ડર બહાર પાડવામ આવ્યુ છે. આ કેલેન્ડરમા બોર્ડની પરિક્ષાની તારિખની વાત કરવામા આવે તો તે 11 માર્ચ 2024 થી શરુ થશે. જેથી વિદ્યાર્થી તેમની આ બોર્ડની પરિક્ષા માટે તૈયાર રહે.
EDUCATION CALENDAR 2023
આ શૈક્ષણીક કેલેન્ડર મુજબ નીચે માહીતિ આપી છે.
- ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાની સઁભવિત તારીખ 11 માર્ચ 2024 થી શરુ કરી 28 માર્ચ 2024 સુધી યોજાશે.
- ધોરણ 9 થી 12 સુધીન તમામ વિદ્યાર્થીઓને વાર્ષિક પરિક્ષા માટે સઁપુર્ણ અભ્યાસ ક્રમ રહેશે.
- શૈક્ષણિક કેલેન્ડર 2023-24 બીજા સત્રનો આરમ્ભ 30 નવેમ્બર્થી થશે.
- આ શૈક્ષણીક કેલેન્ડરમા જણાવ્યા અનુસાર દિવાળીનુ વેકેશન 21 દિવસનુ રહેશે.
શૈક્ષણીક સત્રની વિગત
શૈક્ષણિક કેલેન્ડર 2023-24 માટે વર્ષ દરમીયાન સત્ર પ્રમાણેની વિગત નીચે મુજબ દર્શાવવામા આવી છે.
વર્ષ 2023 -24 નુ પ્રથમ સત્ર | 05/06/2023 થી 08/11/2023 સુધી |
વર્ષ 2023 -24 દિવાળી વેકેશન | 09/11/2023 થી 29/11/2023 સુધી |
વર્ષ 2023 -24 દ્વિતીય સત્ર | 30/11/2023 થી 05/05/2024 સુધી |
વર્ષ 2023 -24 ઉનાળુ વેકેશન | 06/05/2024 થી 09/06/2024 સુધી |
વર્ષ 2024 -25 નવુ શૈક્ષણીક સત્ર શરુ | 10/06/2024 થી |
કાર્ય દિવસો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામા આવેલુ આ શૈક્ષણિક કેલેન્ડર 2023-24 મુજબ વર્ષ દરમીયાન કરવાના થતા કાર્ય દિવસો અને વેકેશનના દિવસોની વિગતો નિચે મુજબ દર્શાવવામા આવી છે.
- પ્રથમ સત્રના કાર્ય દિવસો – 124
- દ્વિતીય સત્રના કાર્ય દિવસો – 127
- દિવાળી વેકેશનના દિવસો – 21
- ઉનાળુ વેકેશનના દિવસો – 35
વર્ષ દરમીયાનની રજાનુ વર્ગીકરણ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામા આવેલુ શૈક્ષણિક કેલેન્ડર 2023-24 મુજબ રજાની વિગતો અને દિવસોનુ વર્ગીકરણ નીચે મુજબ દર્શાવવામા આવ્યુ છે.
રજાની વિગત | દિવસોની સંખ્યા |
દિવાળી વેકેશન | દિવસ – 21 |
ઉનાળુ વેકેશન | દિવસ – 35 |
જાહેર રજાઓ | દિવસ – 19 |
સ્થાનીક રજાઓ | દિવસ – 05 |
કુલ રજાઓ | દિવસ – 80 |
બોર્ડની પરીક્ષાની માહીતી
ગુજરાત રાજ્ય મા દર વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા યોજે છે. ત્યારે આ વર્ષે પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરિક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામા આવ્યુ છે. ત્યારે આ શૈક્ષણીક કેલેન્ડર પ્રમાણે આ વર્ષ એટલે 2023-24 મુજબ બોર્ડની પરીક્ષાઓ તા. 11 માર્ચથી શરુઆત કરી અને 28 માર્ચ સુધી નિયત કરેલ છે. તથા ધોરણ 12 ની સાયન્સની પરિક્ષાઓ 19 માર્ચથી શરુ થશે. એવુ આ કેલેન્ડરમા દર્શાવવામા આવ્યુ છે.
શૈક્ષણીક કેલેન્ડરના માસ વાર કાર્ય દિવસો (પ્રથમ સત્ર)
જુન 23 | જુલાઇ 23 | ઓગસ્ટ 23 | સપ્ટેમ્બર 23 | ઓક્ટોબર | નવેમ્બર 23 | કુલ |
22 | 25 | 24 | 23 | 23 | 07 | 124 |
શૈક્ષણીક કેલેન્ડરના માસ વાર કાર્ય દિવસો (દ્વિતીય સત્ર)
નવેમ્બર 23 | ડિસેમ્બર 23 | જાન્યુઆરી 24 | ફેબ્રુઆરી 24 | માર્ચ 24 | એપ્રિલ 24 | મે 24 | કુલ |
01 | 25 | 26 | 25 | 23 | 23 | 4 | 127 |
આ ઉપરાંત ગુજરાત મધ્યમિક અને ઉચ્ચ્તર મધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2023- 24 મ કુલ 19 જેટલી જાહેર રજા આપવામા આવી છે.
Important Link
શિક્ષણ બોર્ડનુ કેલેન્ડર PDF | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો | અહિં ક્લીક કરો |