Gujarat Govt Whatsapp helpline

Gujarat Govt Whatsapp helpline: વોટસઅપ હેલપલાઇન: દેશના માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને ગુજરાત સરકાર દ્વારા એક નવી પહેલ કરવામા આવી છે. લોકોના કામનો વહેલો નીકાલ થાય અને અટકેલા કામોની કમ્પ્લેઇન અને તેના તુરંત નીકાલ માટે Gujarat Govt Whatsapp helpline શરૂ કરવામા આવી છે. જેમા વોટસઅપ હેલ્પલાઇન પર કમ્પ્લેઇન રજીસ્ટર કરતા લગત વિભાગ દ્વારા તરત તેનો નીકાલ કરવામા આવશે. વોટસઅપ હેલ્પલાઇન પર કઇ રીતે કમ્પલેઇન કરી શકાય તેની સ્ટેપવાઇઝ માહિતી મેળવીએ.

Gujarat Govt Whatsapp helpline

ગુજરાત સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે અને લોકોને સરકારી કામો મા અગવડતા ન પડે તે માટે અનેક પ્રયાસો કરવામા આવતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા લોકોના અટકેલા કામોનો નીકાલ આવે તે માટે વોટસઅપ હેલપલાઇન શરૂ કરવામા આવી છે. જેમા નીચેના વિભાગોને લગતી ફરીયાદ કરી શકાય છે.

નવી અરજી કરવા માટે ના વિભાગો.

( 1 ) આદિજાતિ વિકાસ વિભાગ
( 2 ) વન અને પર્યાવરણ વિભાગ
( 3 ) ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ
( 4 ) ખેતી વિભાગ
( 5 ) સિંચાઇ વિભાગ
( 6 ) શ્રમ અને રોજગાર વિભાગ
( 7 ) શિક્ષણ વિભાગ
( 8 ) મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ
( 9 ) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
( 10 ) મકાન અને માર્ગ વિભાગ
( 11 ) એસ.ટી. વિભાગ
( 12 ) અન્ય વિભાગની ફરિયાદ

ઉપર મુજબના 12 વિભાગો ને લગતા કામ માટે ઓનલાઇન વોટસઅપ હેલ્પલાઇન પર અરજી કરી શકાય છે.

Whatsapp helpline Number Gujarat

વોટસઅપ પર કોઇ પણ અટકેલા સરકારી કામની કમ્પલેઇન રજીસ્ટર કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ Whatsapp helpline Number Gujarat 8171837183 તમારા ફોનમા સેવ કરો.
  • ત્યારબાદ તમારા ફોનમા વોટસઅપ એપ. ઓપન કરો.
  • ત્યારબાદ આ સેવ કરેલા નંબર પર Hi લખી મેસેજ કરો.
  • ત્યારબાદ ચેટબોટ દ્વારા તમને એક મેસેજ મળશે જેમા વિવિધ પ્રકારના 12 જેટલા વિભાગોના નામ લખેલા હશે.
  • તમે જે વિભાગ માટે કમ્પલેઇન રજીસ્ટર કરવા માંગતા હોય તે વિભાગનો ક્રમ રીપ્લાય આપો.
  • આગળ તમને તમારુ નામ જણાવવા માટે કહેવામા આવશે.
  • ત્યારબાદ તમારો જિલ્લો અને અન્ય વિગતો પૂછવામા આવશે
  • આ બધી વિગતો રીપ્લાય આપતા તમારી કમ્પલેઇન રજીસ્ટર થઇ જશે.
  • તમારી કમ્પલેઇન નો નંબર પણ ફાળવવામા આવશે. જેના દ્વારા તમે રજીસ્ટર કરેલી કમ્પલેઇન નુ સ્ટેટસ પણ જાણી શકસો.

ઉપર ની રીતે તમારા અટકેલા સરકારી કામ માટે ઓનલાઇન કમ્પલેઇન વોટસાપ પર રજીસ્ટર કરી તેનો તુરંત નીકાલ લાવી શકાય છે. આ હેલ્પલાઇન પર તમારા અટકેલા સરકારી કામની કમ્પ્લેઇન કરતા તે તુરંત લગત સરકારી વિભાગમા ટ્રાન્સફર કરવામા આવે છે. ત્યારબાદ તે વિભાગ દ્વારા તેનો નિકાલ કરવામા આવે છે.

Important Link

હોમ પેજ પર જાઓ અહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટે અહી ક્લિક કરો

 

Leave a Comment