Gujarat Rain Forecast

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય મોડમાં છે. જેના કારણે ગુજરાતમાં અતિભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની શક્યતા છે. જે બાદના બે દિવસ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની શક્યતા છે.

Gujarat Rain Forecast । આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં આગાહી?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, જુનાગઠ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે, આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ડાંગ, દાહોદ, પંચમહાલ, તાપી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, ગીરસોમનાથ, દીવ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર,મોરબી, જુનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સાથે હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે જણાવ્યુ કે, અહીં આગામી 48 કલાકમાં ગાજવીજની સાથે અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.

17 તારીખે ક્યાં કયા જિલ્લામાં આગાહી?

Gujarat Rain Forecast : 17મી તારીખના હવામાન મેપ અનુસાર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, વલસાડ, નવસારી, પંચમહાલ, સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

18 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

18મી તારીખના રોજ મેપ અનુસાર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ,, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, જામનગર, રાજકોટ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

19 તારીખે ક્યાં કયા જિલ્લામાં આગાહી?

19મી તારીખના હવામાન મેપ અનુસાર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, ભરૂચ, રાજકોટ, પોરબંદર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ અપાયું છે. આ ઉપરાંતાના જિલ્લાઓમાં કોઇ એલર્ટ આપવામાં આવ્યું નથી.

20 તારીખના રોજ ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

20 તારીખના રોજ મેપ અનુસાર, જુનાગઢ, સુરત, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતાના જિલ્લાઓમાં કોઇ એલર્ટ આપવામાં આવ્યું નથી.

Important Link

વધુ માહિતી માટે  અહીં ક્લીક કરો 
હોમ પેજ  અહીં ક્લીક કરો 

Leave a Comment