Gujarat rain alert today : રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર વધી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારામાં આગામી છ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે (28 સપ્ટેમ્બરે) સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 14 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat rain alert today
છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં તાપીના વ્યારામાં 211 મિ.મી. અને સોનગઢમાં 159 મિ.મી., જૂનાગઢના વિસાવદરમાં 152 મિ.મી., ભાવનગરના ઘોઘામાં 151 મિ.મી. અને પાલીતાણામાં 110 મિ.મી. વરસાદ ખાબક્યો છે.
28 સપ્ટેમ્બરની આગાહી
28 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, સહિત ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
29 સપ્ટેમ્બરની આગાહી
છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 29 સપ્ટેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે
30 સપ્ટેમ્બરની આગાહી
સપ્ટેમ્બર મહિનાના અંતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે 30 સપ્ટેમ્બરે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા જિલ્લાના અમુક સ્થળોએ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે.
01-03 ઓક્ટોબરની આગાહી
રાજ્યમાં આગામી 03 ઓક્ટોબર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી છે. 01 ઓક્ટોબરે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |