Gujarat Weather :- તૈયાર રહેજો! ગુજરાતમાં 4 દિવસ બાદ માવઠાનો તીવ્ર રાઉન્ડ આવશે? વાવાઝોડા અંગે પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat Weather: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના હાલના વાતાવરણ, અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર અસર અને વાવાઝોડું બનવાની શક્યતા તથા 14-15 તારીખથી પડનારા માવઠાની માહિતી આપી છે. આ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધી કમોસમી વરસાદ પડી શકે, તે અંગે પણ તેમણે માહિતી આપી છે.

Gujarat Weather પરેશ ગોસ્વામીની માવઠાની અને વાવાઝોડાની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું છે કે, આજથી ફરી વાતાવરણમાં પલટો આવશે. આવનારા દિવસોમાં વધુ એક માવઠું થાય તેવી સંભાવના છે. 14-15 તારીખથી લઇ 18 તારીખ સુધીના માવઠાની તીવ્રતા વધારે જોવા મળશે. વરસાદના વિસ્તારો પણ વધારે હશે.

અરબ સાગરની સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂરથી પસાર થઈ શકે છે. તે ઓમાન અથવા યમન તરફ જાય તેવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. એના કારણે તેના અમુક વાદળો ગુજરાત પરથી પસાર થઈ શકે છે. તેના કારણે 700 એચપીએ લેવલે એક શિયર ઝોન સર્જાશે. તેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.

14-15 તરીખથી માવઠું!

14-15 તારીખથી જે માવઠું થવાનું છે, તેની તીવ્રતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વધુ રહી શકે છે.

આ માવઠા દરમિયાન 1 થી 2 ઇંચ સુધીના વરસાદ નોંધાઇ શકે છે. કોઇ જગ્યાએ વધુ ગાજવીજ અને તીવ્ર થંડરસ્ટ્રોમ વાળો વરસાદ થઇ જાય તો ત્યાં 2 થી 2.5 ઇંચ વરસાદ ખાબકી શકે છે.

ક્યાં ક્યાં ભાગોમાં માવઠું થશે? Gujarat Weather

આ માવઠામાં દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લા આવી જાય તેવી સંભાવના છે. આ ભાગોમાં 13 થી 18 તારીખ દરમિયાન 2 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર, જૂનાગઢ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, પોરબંદરમાં વરસાદની આગાહી છે. તેની સાથે રાજકોટમાં પણ વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદની સંભાવના છે. આ વરસાદો દરિયાકાંઠાના વિસ્તારોને વધારે પ્રભાવિત કરે તેવી શક્યતા છે.

કચ્છ જિલ્લામાં પણ વરસાદની શક્યતા રહેલી છે. કચ્છ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. તે પણ દરિયાકાંઠાને વધારે પ્રભાવિત કરે તેવી સંભાવના છે.

ઉત્તર ગુજરાતના પશ્ચિમ ભાગો વાવ, થરાદ અને અન્ય ભાગોમાં આ તારીખો દરમિયાન એકાદ બે દિવસ વરસાદ પડી શકે છે. અહીં અડધાથી લઇ એક ઇંચ વરસાદ અને અમુક જગ્યાએ 1 ઇંચ ઉપર વરસાદ ખાબકી શકે છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

 

Leave a Comment