Gujarat Weather Forecast ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવી દેશે, અંબાલાલની ફરી મોટી આગાહી

Gujarat Weather Forecast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 4 દિવસ સમાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ 4 દિવસ બાદ ચોમાસુ સક્રિય થવાના સંકેત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ આવ્યો છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષે સારા વરસાદની આગાહી છે. 17થી 22 જૂન સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવશે

Gujarat Weather Forecast

રાજ્યમાં આજે કુલ 9 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વહેલી સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ બન્યો હતો. સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ પોરબંદરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાણાવડમાં સવા 2 ઈંચ, રાણાવાવમાં દોઢ ઈંચ, માંગરોળ, ભચાઉ, વલસાડ, માણાવદર, જામજોધપુર, કામરેજમાં પણ વરસાદ નોંધાયો હતો.

અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગની આગાહી દરમિયાન આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. આજે પંચમહાલ,દાહોદ,વડોદરામાં પણ  વરસાદ પડી શકે છે. આજે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનો અનુમાન છે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે.

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે.

આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જુને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જુને જ આવી ગયું છે. ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે, આ કોઈ નવી વાત નથી. અનેકવાર ભૂતકાળમાં એવુ બન્યુ છે કે ચોમાસું સમય કરતા વહેલું આવે છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment