Gujarat Weather Forecast Latest News હવામાન વિભાગે આગાહી કરી કે રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદ રહેશે, જાણો તમારા વિસ્તારમાં ક્યારે થશે મેઘરાજાની એન્ટ્રી ?આજે રાત્રે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. ત્યારે રાત્રિ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
1. હવામાન વિભાગે કરી વરસાદની આગાહી । Gujarat Weather Forecast Latest News
ગુજરાતમાં ગરમી વચ્ચે રાહત આપતા અને ખેડૂતો માટે સારા સમાચાર છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી દિવસમાં વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદ રહેશે.
2. પ્રિ મોન્સૂન એક્ટીવિટીને લીધે વરસાદ પડશે । Gujarat Weather Forecast Latest News
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આ સાથે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે. રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટીવિટીને લીધે વરસાદ રહેવાની આગાહી કરાઈ છે. જે વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળશે અને ઠંડકનો અનુભવ થશે.
3. જાણો 5-6 જૂને ક્યાં આવશે વરસાદ ? । Gujarat Weather Forecast Latest News
5 જૂને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ દાદરનાગર હવેલી, દાહોદમાં વરસાદ રહેશે તો 6 જૂને દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ રહેશે.
4. જાણો 7-8 જૂને ક્યાં આવશે વરસાદ ? । Gujarat Weather Forecast Latest News
આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, નર્મદા વરસાદ રહેશે. આ તરફ 8 જૂનના દિવસે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ રહેશે.
5. 9 જૂન-11 જૂન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી । Gujarat Weather Forecast Latest News
આ સાથે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ રહેશે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહીં ક્લીક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લીક કરો |
વધુ માહતી | અહીં ક્લીક કરો |