Gujarat Weather: પરેશ ગોસ્વામીએ કરી વરસાદની આગાહી, વિસ્તાર વાઇસ જુવો

Gujarat Weather: પરેશ ગોસ્વામીએ કરી વરસાદની આગાહી, વિસ્તાર વાઇસ જુવો માહિતી. અમરેલી, દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સંકટના વાદળો; જુઓ હવામાન નિષ્ણાંતે શું કહ્યું. રાજ્યમાં વરસાદને લઈ અનેક આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં 11 જૂનનાં રોજ નૈરૂત્ય ચોમાસાનો પ્રવેશ થશે. તેમજ 4 દિવસ પહેલા ચોમાસાનો પ્રારંથ થશે. તેમજ આ વર્ષે નિયત સમય કરતા રાજ્યમાં વહેલું ચોમાસું બેસશે. તેમજ 28 મે નાં રોજ કેરલમાં ચોમાસું બેઠું હતું.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી ની આગાહી મુજબ:

  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
  • આગામી 1-2 દિવસમાં આ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.
  • 14 થી 17 જૂન દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પૂર્વ-મોન્સૂન વરસાદની શક્યતા છે.
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને ગાજવીજ-પવનની શક્યતા છે.

Gujarat Weather હવામાન વિભાગે શું કહ્યું?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો અન્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ રહેશે.

દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાનો પ્રારંભ થશે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ શરૂ થતું હોય છે. આ વર્ષે નિયત સમય કરતા રાજ્યમાં વહેલું ચોમાસું બેસશે. આજથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો, Gujarat Weather Update: તારીખ 14, 15 અને 16 ના વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં 21 જીલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરી છે. જેમાં સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદની આગાહી ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂન વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં 4 દિવસ પહેલા ચોમાસાની શરૂઆત થવાની છે. ત્યારે રાજ્યમાં 15 ને બદલે 11 જૂને રાજ્યમાં નૈઋત્યનાં ચોમાસાનો પ્રારંભ થશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વહેલા ચોમાસા અંગેની માહિતી આપી છે.

Important Link

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
તમારું સિટી પસંદ કરી, જુવો કેટલો વરસાદ પડશે અહીં ક્લીક કરો
Google News પર ફોલો કરો અહિં કલીક કરો

Disclaimer: આ વેબસાઇટ પર આપવામાં આવેલી હવામાન માહિતી ફક્ત સામાન્ય માહિતીના હેતુઓ માટે છે. અમે ચોકસાઈ માટે પ્રયત્ન કરીએ છીએ પરંતુ તેની ખાતરી આપી શકતા નથી. સૌથી વર્તમાન હવામાન અપડેટ્સ માટે કૃપા કરીને સત્તાવાર સ્ત્રોતો તપાસો. આ માહિતીના આધારે લીધેલા કોઈપણ નિર્ણયો માટે અમે જવાબદાર નથી.

Leave a Comment