Gujarat Winter: અંબાલાલ પટેલની ભયકંર આગાહી આ તારીખોમાં પડશે હાજા ગગડાવી નાખે તેવી ઠંડી

Gujarat Winter: હવામાન વિભાગે (IMD) જણાવ્યુ છે કે, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે.

અમદાવાદ: રાજ્યમાં વહેલી સવાર અને રાતે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પવનની દિશા ઉત્તરપૂર્વની થતાં જ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે. આ સાથે જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. તેમજ કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી પણ નોંધાયું છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ કે, આજથી પાંચ દિવસ ગુજરાતમાં ઠંડી વધશે કે નહીં.

Gujarat Winter

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં ચારથી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે પરંતુ એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે પરંતુ વધારે ઘટાડો નહીં નોંધાય.

હવામાન વિભાગે તાપમાન અંગેની માહિતી જણાવતા કહ્યું કે, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું છે. જે છેલ્લા 24 કલાકની સરખામણીમાં એક ડિગ્રી જેટલું નીચું ગયું છે. તો પણ આ તાપમાન સામાન્યથી વધારે છે. આ સાથે તેમણે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 19.7 ડિગ્રી નોંધાયું છે. જે છેલ્લા 24 કલાકમાં 0.8 ડિગ્રી વધ્યું છે. જે નોર્મલથી ત્રણ ડિગ્રી વધારે છે.

એ.કે. દાસે જણાવ્યું કે, પવનની દિશા ઉત્તર પૂર્વ દિશામાં છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ ચોખ્ખું રહેવાની આગાહી છે. તાપમાનમાં કોઈ મોટો તફાવત જોવા નહીં મળે. આ સાથે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે નલિયામાં 15.5 ડિગ્રી તો ડીસામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલી, વડોદરા અને રાજકોટમાં 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. તો ભાવનગર, પોરબંદર અને દમણમાં 19 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેના કારણે આગળના દિવસોમાં રાજ્યમાં પણ ઠંડો પવન ફૂંકાવા લાગશે અને આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે.

વધુ માહિતી માટે  અહીં ક્લીક કરો 

હવામાન વિભાગની આગાહી (IMD) અનુસાર, 21 નવેમ્બર 2024ના રોજ અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહના દક્ષિણમાં અંડમાન સાગર પર એક ચક્રવાત બનવાની સંભાવના છે. આ ચક્રવાત 22થી 23 નવેમ્બરની વચ્ચે વધારે તીવ્ર થઈ શકે છે. જો આવું થશે તો 23 નવેમ્બર સુધી લો પ્રેશરનું ક્ષેત્ર બનાવી શકે છે. આઈએમડીનું અનુમાન છે કે 23 નવેમ્બર સુધી ડિપ્રેશન બનવાની સંભાવના છે.

Leave a Comment