જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના: Gyan Sadhna Scholarship Yojana: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક સુધારણા માટે અનેક સહાય યોજનાઓ ચલાવવામા આવે છે. જેમા આર્થીક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION જેવી યોજનાઓ દ્વારા પ્રવેશ આપવામા આવે છે. આવી જ એક નવી સ્કોલરશીપ યોજના યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સ્કોલરશીપ આપવામા આવશે. આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે. જેથી આ પોસ્ટ નો પુરો અભ્યાસ કરશો.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

યોજના નુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
લગત વિભાગ શિક્ષણ વિભાગ
લાભાર્થી ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ
સ્કોલરશીપ સહાય ધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000
ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000
પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો 11-5-2023 થી
26-5-2023
પરીક્ષા તારીખ 11-6-2023
સતાવાર વેબસાઇટ www.sebexam.org
પસંદગી પ્રક્રિયા પરીક્ષા દ્વારા

જ્ઞાન સાધના સ્કોલરશીપ

આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે. જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.

પાત્રતા

  • સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉતિર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થી આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે. અથવા
  • RTE ADMISSION યોજના હેઠળ ખાનગી શાળામા ધોરણ 1 મા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોય.

પરીક્ષા ફી

આ સ્કોલર્શીપ યોજના માટે જ્ઞાન સાધના પ્રખરતા કસોટી લેવામા આવશે. પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે કોઇ પણ પ્રકારની પરીક્ષા ફી વિદ્યાર્થીએ ભરવાની નથી.

કસોટીનુ માળખુ

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા કટ ઓફ મેરીટના આધારે કરવામા આવશે. જેમા કસોટીનુ માળખુ નીચે મુજબ હશે.

  • આ કસોટીનુ પ્રશ્ન પત્ર કુલ 120 ગુણનુ હશે તથા સમય 150 મિનિટ હશે.
  • કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા હશે
  • વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા આ પરીક્ષા આપી શકશે.
કસોટી પ્રશ્નો ગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 40 40
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 80 80

સ્કોલરશીપ ની રકમ

આ યોજનામા કટ ઓફ મેરીટ ના આધારે પસંદ થયેલ વિદ્યાર્થીને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.

  • ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
  • ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.

ધોરણ 9 થી 12 ના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી કોઇ પણ ધોરણમા નાપાસ થાય અથવા શાળા છોડી જાય તો વિદ્યાર્થીને મળતી સ્કોલરશીપ બંધ થશે.

આવક મર્યાદા

આ સ્કોલરશીપ યોજના માટે નીચે મુજબ આવક મર્યાદા નક્કી કરવામા આવેલી છે.

  • ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા વાર્ષિક રૂ. 120000
  • શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા વાર્ષિક રૂ. 150000

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પસંદગી પ્રક્રિયા

આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી નીચેની રીતે મેરીટ આધારિત કરવામા આવશે.

  • સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે.
  • ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવશે.
  • ત્યારબાદ જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોકયુમેન્ટ ની ચકાસણી કરવામા આવશે.
  • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.

પરીક્ષા ઓનલાઇન ફોર્મ

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રોસેસ કરવાની રહેશે.

  • સૌ પ્રથમ ફોર્મ ભરવા માટે રાજય પરીક્ષા બોર્ડની સતાવાર વેબસાઇટ https://www.sebexam.org પર જવાનુ રહેશે.
  • તેમા Apply Online બટન પર ક્લીક કરો.
  • તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી નો વિકલ્પ પસંદ કરો.
  • ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
  • ત્યારબાદ માંગવામા આવેલી અન્ય જરૂરી માહિતી કાળજીપૂર્વક સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
  • છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કન્ફર્મ આપો.
  • આ ફોર્મ ની પ્રિંટ કાઢી લો.

અગત્યની લીંક

જ્ઞાન સાધના પ્રખરતા કસોટી નોટીફીકેશન PDF અહિં ક્લીક કરો
ઓનલાઇન ફોર્મ LINK અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટીફિકેશ વાંચવા અહીં ક્લિક કરો

જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ના ઓનલાઇન ફોર્મ ભરવાની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://sebexam.org/

જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે ?

26-5-2023

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મા કેટલી સ્કોલરશીપ મળે છે ?

ધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000
ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે આવકમર્યાદા શું છે ?

ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ. 120000
શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ. 150000

Leave a Comment