heavy rain : આજે દિવસ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. ત્યારે આજે રાત્રે પણ ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહે છે.
heavy rain આજે રાત્રે ભારેથી અતિભારે વરસાદની શક્યતા?
heavy rainઆજે રાત્રે ગુજરાતના 14 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં સુરત, નવસારી અને વલસાડ નો સમાવેશ થાય છે. આ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદયપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળ ઉપર ભારતે અતિ ભારે વરસાદની શક્યતા છે.
પોરબંદર, જુનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠામાં સાથે ભારે વરસાદની શક્યતા છે
આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?
heavy rain : આવતીકાલે પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. સુરત, નવસારી અને વલસાડના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |