Heavy rain: સિસ્ટમ 29 તારીખે સવારે ઘણી મજબૂત બની છે એટલે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે પવન રહેશે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં પવનની વધુ અસર રહેશે.
ગઈ કાલે પોરબંદર, જામનગર, રાજકોટ, દ્વારકા, સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લાના ઘણા વિસ્તારોમાં તથા પશ્ચિમ કચ્છ, અને ગીર સોમનાથ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ અને અમુક વિસ્તારો ભુક્કા બોલાવી દીધા છે.
Heavy rain
પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ આવતા 60 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ અને ઘણા વિસ્તારોમાં ભુક્કા બોલાવતો વરસાદ ચાલુ જ રહેવાનો છે.
આવતા 36 કલાક સુધી દ્વારકા, પોરબંદર અને જામનગર એમ ત્રણેય જિલ્લામાં અને પછીના 24 કલાક દ્વારકા અને જામનગર જિલ્લાના દરિયા કાંઠે ભારેથી અતિશય ભારે વરસાદની શક્યતા રહેશે.
મધ્ય સૌરાષ્ટ્રના રાજકોટ અને આજુબાજુના વિસ્તારોમાં હજુ આવતા 12 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં ભુક્કા ભારેથી અતિશય ભારે વરસાદ પડી શકે છે.
ઉત્તર સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં હજુ આવતા 12થી 36 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને મોરબી જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારેથી અતિશય ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ હજુ 12 કલાક ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
Heavy rain: કચ્છમાં હજુ આવતા 60 કલાક સુધી ભારે થી અતિભારે વરસાદ અને ભારેથી અતિશય ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં આ શક્યતા વધુ રહેશે.
મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમ થોડી ઝડપથી આગળ વધી હોવાથી રાહત જલદી મળી રહી છે. તેમ છતાં સિસ્ટમ હજુ મજબૂત બનશે એટલે જ્યા જ્યા સિસ્ટમનો છેડો અડશે ત્યાં ભારે વરસાદની શક્યતા રહેશે.
ઉત્તર ગુજરાતમાં હજુ અમુક વિસ્તારોમાં સારાથી ભારે વરસાદ શક્યતા રહેશે.
Important Links
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |