Heavy rain :- ગુજરાતમાં આજે ચાર જિલ્લામાં વરસાદની આગાહી

Heavy rain :રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારોને ફરી ધમરોળશે મેઘરાજા હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. બંગાળની ખાડીમાં સાઇક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા -Heavy rain

આજે 24 તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ તથા દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા રહેલી છે.

આ સાથે અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દેવમાં અલગ અલગ વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

આવતીકાલે ક્યાં વિસ્તારોમાં આગાહી – Heavy rain

આવતીકાલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, નર્મદા, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની પણ શક્યતા છે

Important Link

સત્તાવાર વેબસાઇટ અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

Leave a Comment