ICC World Cup 2023

ICC World Cup 2023: ભારત ઓસ્ટ્રેલીયા પ્લેઈંગ 11: ભારત ટીમ: 5 ઓક્ટોબર 2023 થી શરૂ થનારા ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023 માં હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેમાં ભારતીય ટીમ સહિત અન્ય 10 જેટલી ટીમો ભાગ લેવાની છે. જેની જાહેરાત થઈ ગઈ છે અને તમામ ટીમો ભારતમાં આવી પહોચી છે. ત્યારે આ ICC World Cup 2023 માં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે 8 મી ઓક્ટોબર 2023 ના રોજ ચેન્નઈ ખાતે મેચ રમનાર છે. જેમાં લગભગ પ્લેઈંગ 11 ની જાહેરાત થઈ ગઈ છે અને લગભગ પ્લેયરો નક્કી છે. આવો જોઈએ ટીમમાં કોને સ્થાન મળે તેવી શકયતા છે.

ICC World Cup 2023

ICC World Cup 2023માં ભારત પોતાની શરૂઆતની મેચ ઓસ્ટ્રેલીયા સામે 8 ઓક્ટોબર 2023 ના રોજ રમશે. અને આ ચેન્નઈના સ્ટેડિયમમાં સ્પિન બોલરોને ફાયદો થયો છે. આ વર્ષે માર્ચ માહિનામાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત રમવા માટે આવી હતી તેમાં આ સ્ટેડિયમ ખાતે 1 ODI રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલીયા ટીમે સ્પિન બોલરોએ ભારતીય ટીમને 6 વિકેટ સ્પિન બોલરે લીધી હતી. આથી આ મેચમાં પ્લેઈંગ 11 માં સ્પિનરોને સ્થાન આપવામાં આવશે.

વર્લ્ડકપમાં અશ્વિન

ભારતીય ટીમે વર્લ્ડકપમાં અક્ષર પટેલ ઈંજર્ડ હોવાથી અનુભવી બોલર આર અશ્વિનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અશ્વિન વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝમાં બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેમજ આર અશ્વિને ઇન્દોરની ODI માં 3 વિકેટ ઝડપી હતી. તેમજ અશ્વિનના કેરાં બોલ ઓસ્ટ્રેલીયા માટે ખતરનાક સાબિત થયા હતા. જેથી અશ્વિનએ ખૂબ જ આવશ્યક સ્પિનર છે.

અશ્વિનનું ચેન્નઈ હોમ ગ્રાઉન્ડ છે. અને તે ઓસ્ટ્રેલીયા સામે પ્રથમ મેચમાં રમે તેવી વધુ શક્યતાઑ છે. અને જો આમ થશે તો પ્લેઈંગ 11 માં કોને બહાર બેસવું પડશે. આ નક્કી કરવું કેપ્ટન માટે મુશ્કેલ છે. અશ્વિન સ્પિનર હોવાથી શક્ય છે કે તેની જગ્યાએ એક સ્પિનર જ બહાર જાય. અને ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા ઉપરાંત કુલદીપ યાદવ છે. તો આ બાબતે બંને માઠી કોઈ એક સ્પિનરને બહાર રહેવું પડશે.

ભારતીય ટીમમાં ઓફ સ્પિનર તરીકે કોઈ બોલર નહતો. પરંતુ અશ્વિનના આગમનથી ભારતીય ટીમને ઓફસ્પિનર મળી ગયો છે. પરંતુ તેની સામેની ટીમમાં ટોપ ઓર્ડરમાં ડાબા હાથના બેટ્સમેન વધારે હોય. ઓસ્ટ્રેલીયા પાસે ટોપ 6 માં ડાબોડી બેટ્સમેનમાં 2 ડાબોડી બેટ્સમેન છે.આવી પરિસ્થિતિમાં અશ્વિન ઓફ સ્પિનર તરીકે અસરકારક સાબિત થઈ શકે છે.

સંભવિત ભારતની પ્લેઈંગ 11

આ ICC World Cup 2023માં ઓસ્ટ્રેલીયા સામે ભારતીય સંભવિત ટીમ આવી હોય શકે છે.

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • શુભમન ગિલ
  • વિરાટ કોહલી
  • શ્રેયસ ઐયર
  • કે.એલ. રાહુલ
  • હાર્દિક પંડ્યા
  • રવિન્દ્ર જાડેજા
  • આર. અશ્વિન
  • કુલદીપ યાદવ
  • જસપ્રિત બૂમરાહ
  • મોહમ્મદ સિરાઝ

ભારત પાસે એવો વિકલ્પ છે કે 3 સ્પિનરોને એક સાથે રમાડે. તેવી સ્થિતિમાં કુલદીપ યાદવ, આર. અશ્વિન તથા રવિન્દ્ર જાડેજા રમી શકે છે. તેમજ જસપ્રિત બૂમરાહ તેમજ મોહમ્મદ સિરાઝ ફાસ્ટ બોલર તરીકે તેમજ હાર્દિક પંડ્યા ફાસ્ટ બોલર તરીકે ઉપયોગમાં લઈ શકે છે. તેમજ ચેન્નઈની પિચ સ્પિનરો માટેની છે માટે આ પ્લેઈંગ 11 હોય શકે છે.

કોને બહાર કાઢશે

હવે જો અશ્વિનને ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં સ્થાન મળે તો ભારતીય પ્લેઈંગ 11 માં આવે તો કોને બહાર કાઢવામાં આવશે? રવિન્દ્ર જાડેજા ઓલ રાઉન્ડર છે અને સાતમા નંબરે બેટિંગ પણ કરે છે. આવી સ્થિતિમાં તેને બહાર રાખી શકાય નહીં. તો કુલદીપ યાદવને બહાર નીકળવું પડે અથવા અશ્વિનનો ભોગ દેવો પડે.

Important Link

હોમ પેજ અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો

 

Leave a Comment