Jay Aadyashakti Aarti: જય આદ્યાશક્તિ આરતી, PDF, MP3 અને વિડીયો; નવરાત્રી મા દરરોજ ઉપયોગી બનશે

Jay Aadyashakti Aarti: જય આદ્યાશક્તિ આરતી: Jay Aadyashakti Aarti pdf: Jay Aadyashakti Aarti Mp3 Download: Jay Aadyashakti Aarti video: નવરાત્રી નજીક આવી રહિ છે. માતાજીની આરાધના ના નવલા નોરતા તારીખ 15 ઓકટોબર થી શરૂ થઇ રહ્યા છે. ત્યારે નવરાત્રી મા દરરોજ સાંજે માતાજીની આરતી બોલવા માટે Jay Aadyashakti Aarti ની જરૂર પડે છે. આ પોસ્ટમા જય આદ્યાશક્તિ આરતી મૂકેલ છે જે આપને નવરાત્રી મા દરરોજ ઉપયોગી બનશે.

Jay Aadyashakti Aarti

નવરાત્રી મા માતાજીની પુજા અર્ચના કરવામા આવે છે. 9 દિવસ સુધી લોકો ગરમે રમે છે. નવરાત્રીમા શેરી મહોલ્લા કે ગામડામા જયા ગરબી થતી હોય ત્યા તો દરરોજ માતાજી આરતી જય આદ્યાશક્તિ આરતી ગાવામા આવે જ છે. પરંતુ દરેક ઘરે પન લોકો સાંજે માતાજીની આરતી કરી માતાજીની આરતી ગાતા હોય છે. આ પોસ્ટમા Jay Aadyashakti Aarti pdf, Jay Aadyashakti Aarti Mp3, Jay Aadyashakti Aarti video મૂકેલ છે.

જય આદ્યાશક્તિ આરતી

જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દિપાવ્યા પડવે પ્રકટ્યા મા 

 ઓમ જ્યો જ્યો માં જગદંબે

દ્વિતીયા બેય સ્વરૂપશિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ  ગાયેહર  ગાયે હર મા … ઓમ જ્યો જ્યો માં ……….

મૈયા તૃતિયા ત્રણ સ્વરૂપત્રિભુવનમાં બેઠા
ત્રયા  થકી તરવેણીતું તરવેણી  મા … ઓમ જ્યો જ્યો માં ……….


ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌદિશા , પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ જ્યો જ્યો માં ……….

મૈયા પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
પંચ સહસ્ત્ર  ત્યાં સોહિયે, પંચે તત્વોમાં … ઓમ જ્યો જ્યો માં ……….

મૈયા ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો
નર નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા … ઓમ જ્યો જ્યો માં ……….

સપ્તમી સપ્ત પાતાલસંધ્યા-સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રીગૌરી ગીતા મા … ઓમ જ્યો જ્યો માં ……….

મૈયા અષ્ટમી અષ્ટ ભુજાઆઈ આનંદા માં
સુની વર મુની વર જનમ્યાદેવ દૈત્યોમાં … ઓમ જ્યો જ્યો માં ……….

નવમી નવકુળ નાગસેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજનશિવરાત્રીના અર્ચન,
કીધા હર બ્રહ્મા … ઓમ જ્યો જ્યો માં ……….

મૈયા દશમી દશ અવતારજય વિજયા દશમી
રામે રામ રમાડ્યારાવણ રોળ્યો મા … ઓમ જ્યો જ્યો માં ……….

એકાદશી અગિયારસકાત્યાયની કામા
કામદુર્ગા કાલિકાશ્યામા ને રામા … ઓમ જ્યો જ્યો માં ……….

મૈયા બારસે બાળા રૂપબહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહિયે કાળ ભૈરવ સોહિયે ,
તારા છે તુજ મા … ઓમ જ્યો જ્યો માં ……….

તેરસે તુળજા રૂપ, તમે  તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં … ઓમ જ્યો જ્યો માં ……….

મૈયા ચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા માં
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ…..
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ મુનિ એ વખાણ્યા,
ગાઈ શુભ કવિતા … ઓમ જ્યો જ્યો માં ……….

મૈયા  સંવત સોળ સત્તાવનસોળસે બાવીસમાં
સંવત સોળે પ્રગટ્યારેવાને તીરેમા ગંગાને તીરે … ઓમ જ્યો જ્યો માં.

ત્રંબાવટી નગરીમા રૂપાવટી નગરી

સોળ સહસ્ત્ર ત્યાં સોહીએક્ષમા કરો ગૌરીમા દયા કરો ગૌરી … ઓમ 

એકમ એક સ્વરૂપઅંતર નવ ધરશો
ભોળા ભવાનીને ભજતાંભવસાગર તરશો … ઓમ જ્યો જ્યો માં

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ જ્યો જ્યો માં ……….

મૈયા ભાવ ન જાણું ભાવ ન જાણું નવ જાણું સેવા
વલ્ભભ ભટ્ટ  ને રાખ્યા,ચરણે સુખ દેવા  … ઓમ જ્યો જ્યો માં ……….

ગુજરાત ના ફેમસ ગરબા

નવરાત્રી પર ગુજરાત મા ઘણા મોટા શહેરોમા પાર્ટી પ્લોટમા ગરબાના આયોજન થતા હોય છે. જેમા બરોડા યુનાઇટેડ વે ના ગરબા ખૂબ જ ફેમસ છે. જેમા એકસાથે 40-50 હજાર માણસોને રમતા જોવા એ પણ લ્હાવો છે. ગુજરાતમા ઘણા ફેમસ ગરબા કલાકારો છે. જે નીચે મુજબ છે.

  • અતુલ પુરોહિત
  • કિર્તીદાન ગઢવી
  • ગીતાબેન રબારી
  • કિંજલ દવે
  • જિગ્નેશ કવીરાજ
  • વિજય સુવાળા
  • એશ્વર્યા મજમુદાર
  • રાજેશ આહિર
  • ઇશાની દવે
  • પાર્થીવ ગોહીલ
  • વનીતા પટેલ
  • ઓસમાણ મીર
  • આદિત્ય ગઢવી
  • ઉમેશ બારોટ
  • વિક્રમ ઠાકોર
  • પાર્થ ઓઝા
  • વૈશાલી ગોહીલ
  • અરવિંદ વેગડા

આ તમામ ગાયક કલાકારો ના ગરબા નવરાત્રી દરમિયાન લાઇવ આવતા હોય છે. જેનો લાખો લોકો ઘરેબેઠા લાભ લેતા હોય છે. ઉલ્લ્લેખનીય છે કે આ વર્ષે નવરાત્રી સાથે ક્રિકેટ વર્લ્ડ કપ પણ ભારતમા રમાનાર છે.

Important Link

જય આદ્યાશક્તિ આરતી PDF Download અહિં ક્લીક કરો
Jay Aadyashakti Aarti Mp3 Download અહિં ક્લીક કરો
Jay Aadyashakti Aarti video અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો
Follow us on Google News Click here

Leave a Comment