Monsoon 2024 Prediction : આગામી ત્રણ કલાક માટે આગાહી અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

Monsoon 2024 Prediction : ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રવિવારે ગુજરાતના 14 જિલ્લાઓમાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદનું આગમન થયું હતું. તેમજ ગુજરાતમાં એક જ દિવસમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. ભરૂચમાં ભારે પવનથી ઝાડ પડતાં 3 લોકોનાં મોત થયા. તો વડોદરામાં વીજળી પડતાં એકનું મોત થયું છે.

હજુ પણ 3 દિવસ વરસાદની આગાહી છે. ત્યારે આગામી ત્રણ કલાકમાં  રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ઠંડર સ્ટ્રોમની આગાહી છે. જેમાં આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, સુરત, તાપી, નર્મદા, વલસાડ, ડાંગ, દમણ, દાદર અને નગર હવેલીમાં ઠંડર સ્ટ્રોંમ સહિત વરસાદની આગાહી છે. 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે.

Monsoon 2024 Prediction

ચોમાસું આવી ગયું
Monsoon 2024 Prediction ચોમાસાની રાહ જોતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે ચોમાસા તરફ ગતિમાન થઈ છે. ગઈકાલે સાંજે અમદાવાદમાં વરસાદી માહોલ બાદ વહેલી સવારે પણ વાદળછાયુ વાતાવરણ છવાયું છે. વાદળછાયુ વાતાવરણના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 

આજે 10 જૂને વરસાદની આગાહી 
આજે પંચમહાલ, દાહોદ, સુરત, વડોદરા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદર અને નગર હવેલીમાં વરસાદની આગાહી. તો અમરેલી, ભાવનગર અને, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી

11 જુન

અમદાવાદ,દ્વારકા,પોરબંદર,રાજકોટ,બોટાદ,ગાંધીનગર,અરવલ્લી,મહીસાગર,,ખેડા,આણંદ,વડોદરા,ભરૂચ,સુરત,જૂનાગઢ,પંચમહાલ,નર્મદા,અમરેલી,ગીરસોમનાથ,દીવ,ભાવનગર,દાહોદ,છોટાઉદેપુર,તાપી,ડાંગ,વલસાડ, નવસારી,દમણ દાદરા નગર હવેલી માં વરસાદની આગાહી

12 જૂન

Monsoon 2024 Prediction સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી

પરેશ ગોસ્વામીની આગાહી 
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસું અને પ્રીમોન્સુનની મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આજે ચોમાસું મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. 9થી 13 જૂન સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. 14 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ આવશે. તો સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. 

વાવાઝોડા જેવા પવન સાથે વરસાદની આગાહી 
હવામાન વિભાગે વરસાદને નાવકાસ્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી કરાઈ છે. તો વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. નર્મદા, નવસારી, ડાંગ, તાપીમાં આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે. સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.

અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ, આ સમયે કરજો વાવણી 
Monsoon 2024 Prediction ચોમાસું આવે એટલે વાવણીનો સમય. આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. અને ત્યાર બાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે.

પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

Leave a Comment