Monsoon countdown begins :- આ 15 જિલ્લાઓ હાઈએલર્ટ પર, 100 વર્ષનો રેકોર્ડ તોડશે વરસાદ

Monsoon countdown begins છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપીના વાલોદ તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. તિલકવાડા, નેત્રંગ અને વ્યારામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં 2 અને ધરમપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. નાંદોદ, ખેરગામ અને જાંબુઘોડામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલીના બાબરા તાલુકામાં ૩ ઈંચ જ્યારે લાઠીમાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. ક્વાંટ, વાંસદા અને ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો.

Monsoon countdown begins

સુરતના માંડવી અને માંગરોળ પંથકમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો. પંથકના વાંકલ, લવેટ અને પાનેશ્વર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો… વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેને લઈને લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી…. કાપણી કરાયેલો અને તૈયાર પાક હજી ખેતરમાંજ હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી.

Monsoon countdown begins આગામી 24 થી 48 કલાકમાં જ ચોમાસું ગુજરાતમાં પહોંચશે. હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે અને એ મુજબ હવે ચોમાસાની એન્ટ્રીને લઈ સમાચાર આપ્યા છે. રાજ્યમાં ગમે તે ઘડીએ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. હવામાન વિભાગ મુજબ ચોમાસું ગુજરાતના દરવાજે બ્રેક લગાવી છે.

Monsoon countdown begins ગુજરાતથી માંડ 10 કિલોમીટર દૂર ચોમાસું છે. એટલે કે મહારાષ્ટ્રના દહાણું સુધી ચોમાસું પહોંચ્યું છે. જે હવે આગળ વધતા ગુજરાતમાં પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહીનુસાર ચોમાસું ગુજરાત પહોંચતા આ 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તબાહી મચાવે એવો વરસાદ પડી શકે છે.

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દાદરા નગર હવેલીમાં 100 વર્ષનો રેકોર્ડ તોડે એવો વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment