નવરાત્રી વરસાદ આગાહિ

નવરાત્રી વરસાદ આગાહિ: વર્લ્ડ કપ ભારત પાકિસ્તાન મેચ: ખેલૈયા ઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે નવરાત્રી નો તહેવાર 15 ઓકટોબર થી શરૂ થઇ રહ્યો છે. તો 5 ઓકટોબર થી ભારતની યજમાની મા ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. એમા પણ વર્લ્ડ કપની સૌથી વધુ અગત્યની મેચ એટલે કે ભારત-પાકિસ્તાન ની મેચ 14 ઓકટોબરે અમદાવાદ ના નરેન્દ્ર મોદિ સ્ટેડીયમ મા રમાનારી છે. એવામા નવરાત્રી ના શોખીન લોકો અને ક્રિકેટ રસિકો માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણીએ હવામાન અને વરસાદ ની આગાહિ અંગે અંબાલાલ પટેલ ની આગાહિ શું કહે છે ?

નવરાત્રી વરસાદ આગાહિ

  • પ્રથમ નોરતે કરવામા આવી છે ગુજરાતમાં વરસાદની આગાહી
  • નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની છે આગાહિ
  • ‘દશેરા દરમિયાન પણ વરસાદની કરવામા આવી છે આગાહી
  • 14 ઓકટોબરે છે વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાન ની મેચ
  • 15 ઓકટોબર થી શરૂ થાય છે નવરાત્રી

હાલ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી હળવા ઝાપટાં પડી રહ્યા છે. હજુ બે-ચાર દિવસ આ માહોલ રહે તેવી આગાહિ કરવામા આવી છે. જોકે, હવે ધીમે ધીમે ગુજરાતમાંથી વરસાદનું ઘટતું જશે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી વરસાદના વિદાયની શરૂઆત થવા માંડી હોઇ રાજ્યમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે તેમ સ્થાનિક હવામાન વિભાગ ની આગાહિ જણાવી રહી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીથી ગરબા ખેલૈયાઓ અને ક્રિકેટ રસિકો ચિંતામાં મુકાયા છે. આ વર્ષે ફરી નવરાત્રી ઉપર પર વરસાદ પડે તેવી આગાહિ કરવામા આવી છે.

નવરાત્રી અને વર્લ્ડ કપ મા કેવુ રહેશે વાતાવરણ

પ્રથમ નોરતે વરસાદ પડે તેવી આગાહિ હવામાન નિષ્ણાંત અંબાલાલ તરફથી કરવામા આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રીના પહેલા નોરતે અને વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાન ની મેચમા જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. 7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ એકટીવ થશે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા આવવાની શક્યતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી કરવામા આવી છે.

વરસાદની આ આગાહિ ને લીધે ગરબા ખેલૈયાઓ, આયોજકો અને ક્રિકેટ ફેન્સ ચિંતામાં મુકાયા છે.
તેઓએ કહ્યું કે, નવરાત્રી દરમિયાન મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદી ઝાપટા આવવાની આગાહી છે. તો નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેનાર છે. ભારત – પાકિસ્તાનની મેચમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતા રહેલી છે. અંબાલાલ પટેલની આગાહીથી ગરબા ખેલૈયાઓ અને આયોજકો તથા ક્રિકેટ મા ભારત પાકિસ્તન ની મેચની રાહ જોઇ રહેલા ફેન્સ મા ચિંતાની લહેર પ્રસરી ગઇ છે.

અગાઉ ભારત-પાક. મેચ અને નવરાત્રીને લઈ અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે. તેમણે જણાવ્યું હતું કે, 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શકયતા છે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર વધુ રહેશે, તો 16મી નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનુ હળવું દબાણ સર્જાશે. એટલું જ નહીં 18, 19 અને 20 ના રોજ ચક્રવાત આવવાની અને ભારે પવન ફૂંકાવાની પણ શકયતા રહેલી છે.

Important Link

હોમ પેજ અહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો
Follow us on Google News અહિં ક્લીક કરો

Leave a Comment