ડુંગળીના ભાવમાં સતત ઘટાડો ચાલુ ડુંગળીમાં મંદીનો દોર યથાવત છે અને ભાવમાં આજે મણે રૂ. 50થી 100નો ઘટાડો થયો હતો. નવી ડુંગળીની આવકો ગુજરાતમાં વધી રહી છે અને બીજી તરફ સરકાર મોટા શહેરોમાં રૂ. 25 પ્રતિ કિલોનાં ભાવથી વેચાણ કરી રહી હોવાથી ડુંગળીની બજારો સતત ઘટી રહી છે.
ડુંગળીના ભાવમાં સતત ઘટાડો ચાલુ
રાજકોટમાં તો આજે સારી ક્વોલિટીની ડુંગળીનાં ભાવ ઘટીને રૂ. 600 થઈ ગયા છે, જે એક સપ્તાહ પહેલા રૂ. 1000 આસપાસ પહોંચ્યાં હતાં. જો નવી ડુંગળીની આવકો વધશે અને સરકારની વેચવાલી ચાલુ રહેશે તો બજારો હજી પણ રૂ. 50થી 100 નીકળી જાય તેવી ધારણા છે.
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.
ગોંડલમાં લાલ ડુંગળીની 18થી 19 હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ. 70થી 761 હતાં. રાજકોટમાં ડુંગળીની 15000 કટ્ટાની આવક સામે ભાવ રૂ. 330થી 600 હતાં. મહુવામાં લાલ ડુંગળીની 6000 કટ્ટાની આવક સામે ભાવ રૂ. 200થી 682 અને સફેદમાં 2800 થેલીની આવક સામે ભાવ રૂ. 190થી 901 હતાં. નાશીકમાં ડુંગળીના ભાવ ક્વિન્ટલનાં રૂ. 1500થી 3500ની વચ્ચે ભાવ ચાલી રહ્યાં છે.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03/11/2023, શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 330થી રૂ. 661 સુધીના બોલાયા હતા. જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 132થી રૂ. 761 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 71થી રૂ. 761 સુધીના બોલાયા હતા.
જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 171થી રૂ. 790 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 700 સુધીના બોલાયા હતા. તેમજ મોરબીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 700 સુધીના બોલાયા હતા.
અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 500થી રૂ. 900 સુધીના બોલાયા હતા. જ્યારે વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 1100 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Today 04/11/2023 Onion Apmc Rate):
તા. 03/11/2023, શુક્રવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 330 | 661 |
ભાવનગર | 132 | 551 |
ગોંડલ | 71 | 761 |
જેતપુર | 171 | 790 |
અમરેલી | 300 | 700 |
મોરબી | 300 | 700 |
અમદાવાદ | 500 | 900 |
વડોદરા | 400 | 1100 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 04/11/2023 Onion Apmc Rate):
તા. 03/11/2023, ગુરૂવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 190 | 901 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.
વધુ માહિતી | અહીં ક્લીક કરો |
WhatsApp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લીક કરો |