Paresh Goswami :- 13 તારીખ પછી ધોધમાર વરસાદ તૂટી પડશે? પરેશ ગોસ્વામીએ ભારે વરસાદ અને ચોમાસાની વિદાય અંગેની માહિતી આપી

Paresh Goswami : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. ચોમાસું ક્યારે વિદાય લઈ શકે છે તેની માહિતી પણ તેમના દ્વારા વ્યકત કરાઇ છે.

Paresh Goswami આગાહી

9 તારીખ સુધીનો જે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે. તેમાં લો-પ્રેશરના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. જે અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, લો-પ્રેશરના લીધે ગુજરાતના ઘણાં ભાગોને પરસાદ પડી શકે છે, પરંતુ તે સાર્વત્રિક નહીં હોય અને ભારેથી અતિભારે નહીં જોવા મળે. જોકે, કેટલાક એવા વિસ્તારો હોઈ શકે છે કે જ્યાં એક-બે ભારે વરસાદી ઝાપટાં પડી ગયા હોય.

9 તારીખ પછી વરાપ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કહે છે કે, હાલના સમયમાં જે વરસાદનો રાઉન્ડ શરૂ છે તે સાર્વત્રિક નથી પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. 9 સપ્ટેમ્બર પછી ફરી એકવાર વરાપનો માહોલ રહી શકે છે. જેમાં ગુજરાતનું વાતાવરણ ખુલ્લું જોવા મળશે.

9 તારીખ સુધીમાં ક્યાં કયાં વિસ્તારોમાં વરસાદની શક્યતા

Paresh Goswami : 9 સપ્ટેમ્બ સુધીમાં ભાવનગર, બોટાદ, આણંદ, નડિયાદ, કપડવંજ, દાહોદ, ગોધરા, રાજપીપળા, વલસાડ, વાપી, છોટાઉદેપુર, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, ડાંગ, બિલિમોરા જેવા પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

બીજી બાજુ બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાનું શરુ થઈ ગયું છે, જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવી શકે છે. ત્યાં સુધીમાં ડિપ્રેશન બની શકે છે. જોકે, તે ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં ખબર પડે, અત્યારથી અનુમાન કરવું થોડું વહેલું છે. જોકે, તેના કારણે 13થી 15 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

ચોમાસુ વિદાય કયારે લેશે?

આ પછી પણ બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમ સક્રિય થશે, આવામાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે કે કેમ તે અંગે વાત કરીને પરેશ ગોસ્વામી કહે છે કે, 15 સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમેત્યારે ચોમાસું વિદાય લઈ લેતું હોય છે. પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેને જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડી વિદાય લઈ શકે છે.

પરેશ ગોસ્વામી એ કહ્યું કે, સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થાય તે પછી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવું અનુમાન હાલ દેખાઈ રહ્યું છે. આવામાં સપ્ટેમ્બર મહિનામાં હજુ પણ બેથી ત્રણ ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ આવી શકે છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

 

Leave a Comment