તલાટી અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે, 12 તારીખ સુધી તલાટી અને 17 તારીખ સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી થશે
- તલાટી અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર ફાળવણી શરૂ
- 12 તારીખ સુધી તલાટીના ઉમેદવારોને જિલ્લા ફાળવણી થશે
- 17 તારીખ સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી થશે
રાજ્યમાં અગાઉ લેવાયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજથી તલાટી અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. પંચાયત સેવા બોર્ડ દ્વારા આજથી જિલ્લા ફાળવણી શરૂ કરવામાં આવી છે. જેમાં 12 તારીખ સુધી તલાટીની અને 17 તારીખ સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવશે.
તલાટી અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ
જુઓ વિગતવાર..
‘પ્રતિક્ષા યાદીનું કામ સમયાંતર..’
જે બાબતે પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે વિગતો આપતા કહ્યું કે, આજે જિલ્લા ફાળવણીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પંચાયત વિભાગ દ્વારા અમને લેટેસ્ટ માહિતી મળી એટલે અમે આ કામ તરત જ ચાલુ કર્યું છે. ઉમેદવારોને વધારે વિલબ ન કરવો પડે તેના માટે તુરંત પ્રક્રિયા હાથ ધરી છે. તેમણે ઉમેર્યું કે, આજે તલાટીની જિલ્લા ફાળવણી શરૂ થઈ છે, જે 12 તારીખ પૂરી થશે, જેના પછી જુનિયર કલાર્કની ફાળવણી શરૂ થશે જે 17 તારીખે પૂરી થશે. જે પછી કોમન ઉમેદવારોની માહિતી મળશે, તેમજ ખાલી જગ્યાઓ ભરવાનો પ્રયત્ન કરવામાં આવશે, આપણે પ્રતિક્ષા યાદીનું કામ સમયાંતર કરતા જ હોઈ છીએ.
‘જિલ્લામાં રિપોર્ટ કરવાનો રહેશે’
હસમુખ પટેલે કહ્યું કે, જિલ્લા ફાળવણી બાદ ઉમેદવારોને જિલ્લામાં રિપોર્ટ કરવાનો રહેશે. અનામત વર્ગના ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા જિલ્લામાં જ કરવામાં આવશે. જે માટે ઉમેદવારોને એક ફોર્મ ભરી જે તે જિલ્લામાં રિપોર્ટ કરવાનો રહેશે. કહ્યું કે, હવે પછી ઉમેદવારો જિલ્લા કક્ષાએ રિપોર્ટીંગ કરશે