rain forecast :- આ જીલ્લાઓમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકશે, અંબાલાલ પટેલની અતિભારેની આગાહી

rain forecast : ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. ત્યારે ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ આગામી 72 કલાક ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની નવી આગાહી – rain forecast

અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદ આવી પડી શકે છે. 3 થી 5 ઓક્ટોબર ભારે વરસાદની શક્યતા છે.

આ જિલ્લાઓમાં વરસાદની આગાહી – rain forecast

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ પોરબંદર, જામખંભાળીના ભાગોમાં તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

પરેશ ગોસ્વામી ની આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ચોમાસાની ગુજરાતમાં છેલ્લી સિસ્ટમ છે. અને આ સિસ્ટમ બાદ ચોમાસાના વિદાઈની શરૂઆત થઈ શકે છે.

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતના 60 થી 65% વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે અને દક્ષિણ ગુજરાતમાં 7 ઈંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
હોમ પેજ અહિં કલીક કરો

 

Leave a Comment