Rainfall will decrease in Gujarat :- ગુજરાતમાં વરસાદ વધશે કે ઘટશે જાણો હવામાન વિભાગની આગાહી

Rainfall will decrease in Gujarat રાજ્યના અનેક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ રહી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા રહેલી છે.

Rainfall will decrease in Gujarat આજે આ જિલ્લા માં વરસાદની શક્યતા

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આજે તથા દક્ષિણ ગુજરાસૌરાષ્ટ્રના ભાવનગર તનાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારેથી ભારે વરસાદની શક્યતા છે.

આ સાથે સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ અને અમરેલી તથા દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Rainfall will decrease in Gujarat અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે રવિવારે ગુજરાત હવામાન અંગેની આગાહી વ્યકત કરી છે. તેમણે જણાવ્યું છે કે, આજથી વરસાદનું જોર ઘટી શકે છે.

આજથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં આવી જ પરિસ્થિતિ જોવા મળશે.

Rainfall will decrease in Gujarat આજથી વરસાદની શક્યતા ઓછી થશે 

મોસમ વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે, એક ટ્રફ સાઉથ ઈસ્ટ યુપીમાં હતું જેના કારણે વરસાદ પડી રહ્યો હતો. જેને લેસમાર્ક કરી દેવામાં આવ્યું છે. હવે એક નવું સરક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં છે જેના કારણે વરસાદ પાડ્યો હતો.

Rainfall will decrease in Gujarat આજથી આ સરક્યુલેશનની અસર ઓછી થશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આજે અમદાવાદ અને ગાંધીનગરમાં કોઈપણ જગ્યાએ ભારે વરસાદની શક્યતા નથી.

Leave a Comment