વરસાદની મોટી આગાહી : આગામી 48 કલાકમાં ગુજરાતના જિલ્લામાં ત્રાટકશે વરસાદ

વરસાદની મોટી આગાહી । Ambalal Patel Agahi | Ambalal Agahi | અંબાલાલ પટેલની આગાહી | Ambalal Patel ni agahi | અંબાલાલ પટેલે કરી વરસાદની ઘાતક આગાહી | Ambalal  agahi | અંબાલાલ પટેલની મોટી આગાહી | અંબાલાલ પટેલની આગાહી | Ambalal Patel ni agahi  | ambalal patel agahi na samachar | |  Ambalal  agahi | ambalal patel ni agahi 2023 
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 30 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે બાદ હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. જે મુજબ આગામી 48 કલાક ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

વરસાદની મોટી આગાહી

Gujarat weather forecast by ambalal patel: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી કે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં આ સિસ્ટમ મજબૂત બનશે અને ગુજરાતના અનેક ભાગોમાં જળબંબોળ કરી નાંખશે, એવું મારું માનવું છે. વાતાવરણની સાનુકૂળતા(Gujarat weather forecast by ambalal patel) અને ગ્રહો-નક્ષત્રો પ્રમાણે પણ વરસાદની સિસ્ટમ જણાઇ આવે છે.

દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ

વરસાદની મોટી આગાહી: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 48 કલાક દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, આહવા, ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, પાટણ, કચ્છ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સાથે જ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

આગામી 48 કલાકમાં ગુજરાતના જિલ્લામાં ત્રાટકશે વરસાદ

Rain will hit the districts of Gujarat; આગામી 48 કલાક અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદ થઈ છે. તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, વરસાદને લઈ સાબરમતી નદીના જળ સ્તરમાં વધારો થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી શું છે ?

Gujarat Meteorological Department: હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આજે નવસારી, વલસાડમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દમણ, દાદરાનગર, આણંદ, નર્મદા, ખેડામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

વધુ માહિતી માટે :  અહીં ક્લીક કરો 

Leave a Comment