કાચી કેરીનુ અથાણુ બનાવવાની રેસિપી

Are You Looking for Raw Mango Pickle Recipe | નમસ્કાર મિત્રો @ nhmsatararecruitment.in વેબસાઇટ પર તમારું સ્વાગત છે આજના આ લેખમાં આપણે કાચી કેરીનુ અથાણુ બનાવવાની રેસિપી વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

કાચી કેરીનુ અથાણુ બનાવવાની રેસિપી : હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને કેરીની સીઝન ફુલ ચાલી રહિ છે. લોકો પાકી કેરીના રસની મજા માણી રહિ છે સાથે સાથે કાચી કેરીનુ અથાણુ બનાવવાની પણ હાલ સીઝન છે. લોકો કાચી કેરીનુ અથાણુ બનાવી રાખી મુકતા હોય છે જે આખુ વર્ષ ખાવામા કામ આવે છે. આજે આપણે કાચી કેરીનુ અથાણુ બનાવવાની રેસિપી જોશુ. કાચી કેરીનુ અથાણુ ઘરે કેવી રીતે બનાવી શકાય તે રીત જોશુ.

કાચી કેરીનુ અથાણુ બનાવવાની રેસિપી જરૂરી સામાન

કાચી કેરીનુ અથાણું બનાવવા માટેનો જરૂરી સામાન નીચે મુજબ છે.

  • 1 કિલો સારી કાચી કેરી
  • 2 મોટી ચમચી જેટલુ મીઠું
  • 1/2 નાની ચમચી અજમો
  • 1/4 નાની ચમચી જેટલી હીંગ
  • 1 નાની ચમચી હળદર
  • 1 નાની ચમચી લાલ મરચું
  • 1 મોટી ચમચી હળદર
  • 2 મોટી ચમચી ભરીને વરિયાળી
  • 1 મોટી ચમચી મેથીના દાણા
  • 2 મોટી ચમચી સરસવના દાણા
  • 1/3 કપ જેટલુ સરસવનું તેલ
  • 1 નાની ચમચી લાલ મરચાનું પાઉડર
  • 2 મોટી ચમચી મીઠું

કાચી કેરીનુ અથાણુ બનાવવાની રેસિપી

કાચી કેરીનુ અથાણુ બનાવવા માટે સૌ પ્રથમ એક કિલો કાચી કેરીને ચોખ્ખા પાણીમા 10 કલાક માટે પલાળીને રાખી મુકો. ત્યારબાદ તેને ધોઈને કાઢી લો અને પાંચ છ કલાક સુકવવા માટે મુકી દો. હવે તેને સાફ કરી, ગોટલીનો ભાગ કાઢી લો. યાદ રાખો તેને છોલવાનું નથી.

હવે આ કેરીને મનપસંદ પીસમાં કાપીને બાઉલમાં નાખી દો. કપાયેલ કેરીના ટુકડામાં બે મોટી ચમચી મીઠું અને એક મોટી ચમચી જેટલી હળદર નાખી સારી રીતે મીકસ કરી દો,

ત્યાર બાદ તેને બે દિવસ જેટલા સમય માટે ઢાંકીને રાખી મુકો. આ દરમ્યાન દરરોજ હલાવવાનું ભૂલવાનુ નથી. બે દિવસ બાદ તેને સરખુ ચાળીને જ્યૂસ અલગ કરી લો અને તેના જ્યૂસને બાઉલમાં ભરીને ફ્રીજમાં રાખી મુકો.

હવે ચાસણીથી કાઢીને મોટા વાસણમાં કેરીના ટુકડાને અલગ અલગ મૂકી દો. જો તડકો હોય તો, તેને ત્રણ ચાર કલાક તડકામાં રાખો. જો તડકો ન હોય તો, તેને પંખાની હવામાં સાતથી આઠ કલાક અથવા તો આખી રાત સૂકાવા દો. બાદમાં બીજા દિવસે તે સુકાઈ જાય તો, તેને બાઉલમાં ભરી લેવાના.

હવે પૈનમાં બે મોટી ચમચી વરિયાળી અને એક મોટી ચમચી મેથીના દાણા નાખો અને તેને એક મીનિટ મીડિયમ આંચ પર સતત હલાવતા રહો. હવે તેને કાઢી લો અને પૈનમાં બે મોટા ચમચા સરસવના દાણા નાખીને સતત હલાવતો રહો, અડધો મીનિટ સુધી હલાવો તેને વરિયાળી અને મેથીના દાણા સાથે કાઢીને ઠંડું પડવા દો.

આ દરમ્યાન એ જ પૈનમાં ⅓ કપ સરસવનું તેલ ગરમ કરી લો. ગરમ થવા પર આંચ બંધ કરો અને તેમાં અડધો નાની ચમચી અજમો, ¼ નાની ચમચી હીંગ અને એક નાની ચમચી હળદર નાખીને સારી રીતે મીકસ કરી દો. હવે મિક્સર જારમાં દળેલી વરિયાળી, મેથીના દાણા અને સરસવના દાણાને નાખી, દાણાદાર રીતે પીસી નાખો.

ત્યારબાદ હવે સુકી કેરીના બાઉલમાં દાણાદાર રીતે દળેલા મસાલા, 1 નાની ચમચી છીણેલા મરચા, 1 નાની ચમચી લાલ મરચા પાઉ઼ડર, 2 મોટી ચમચી મીઠું, અડધો કપ કેરીમાંથી કાઢેલો જ્યૂસ અને મસાલા વાળા તેલ નાખો.

તેને સારી રીતે મીકસ કરીને ઢાંકી દો. બે દિવસ માટે તેને આમ જ રાખી મુકો. યાદ રાખો કે, દરરોજ એક વાર ચમચા વડે તેને હલાવવાનુ છે. બે દિવસ બાદ કેરીનું અથાણું બની જશે. તેમાં બે મોટી ચમચી વિનેગર નાખી ને સારી રીતે મીકસ કરી દો. બસ હવે ખાવામાં તૈયાર છે આપનું ટેસ્ટી કેરીનું અથાણું.

Important Link

કાચી કેરીનુ અથાણુ બનાવવાની રીત વિડીયો અહિં ક્લીક કરો
વધુ માહિતી માટે અહિં ક્લીક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને કાચી કેરીનુ અથાણુ બનાવવાની રેસિપી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment