Recharge plans of Jio :- Jioના તમામ રિચાર્જ પ્લાન થશે મોંઘા, આ તારીખ પહેલા રિચાર્જ કરશો તો 25 ટકાનો થશે ફાયદો

Recharge plans of Jio સૌથી ઓછા રિચાર્જની કિંમત વધીને 19 રૂપિયા થવા જઈ રહી છે. આ એક જીબી ડેટા એડ ઓન પેક છે. જેની કિંમત 15 રૂપિયા હતી. આ લગભગ 25 ટકાનો વધારો છે.

Recharge plans of Jio

દેશની ટોચની દૂરસંચાર કંપની જિયો ત્રણ જૂલાઈથી મોબાઈલ રિચાર્જના દરમાં 12થી 25 ટકાનો વધારો કરશે. કંપનીએ ગુરુવારે નિવેદનમાં આ જાણકારી આપી છે. જિયો લગભગ અઢી વર્ષ બાદ મોબાઈલ સેવાના દરોમાં પહેલી વાર વધારો કરવા જઈ રહી છે.

રિલાયંસ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ એમ. અંબાણીએ નિવેદનમાં કહ્યું કે, નવા પ્લાનની શરુઆત ઈંડસ્ટ્રી ઈનોવેશનને આગળ વધારવા, 5જી અને એઆઈ ટેક્નોલોજીમાં રોકાણ દ્વારા પર્યાવરણ અનુકૂળ વધારાને આગળ વધારવાની દિશામાં એક પગલું છે. કંપનીએ લગભગ તમામ પ્લાનમાં મોબાઈલ સેવાઓના દરમાં વધારો કર્યો છે.

Recharge plans of Jio સૌથી ઓછા રિચાર્જની કિંમત વધીને 19 રૂપિયા થવા જઈ રહી છે. આ એક જીબી ડેટા એડ ઓન પેક છે. જેની કિંમત 15 રૂપિયા હતી. આ લગભગ 25 ટકાનો વધારો છે. કંપનીએ જણાવ્યું કે, 75 જીબી પોસ્ટપેડ ડેટા પ્લાનની કિંમત હવે 339 રૂપિયાથી વધીને 449 રૂપિયા થઈ જશે. જિયોએ 84 દિવસની વેલેડિટીવાળા લોકપ્રિય 666 રૂપિયાવાળા અનલિમિટેડ પ્લાનની કિંમત પણ લગભગ 20 ટકા વધારીને 799 રૂપિયા કરી દીધી છે.

વાર્ષિક રિચાર્જ પ્લાનની કિંમત 20-21 ટકા વધારીને 1559 રૂપિયાથી 1899 રૂપિયા અને 2999 રૂપિયાથી 3599 રૂપિયા થઈ જશે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે, તમામ 2 જીબી દરરોજ અને તેનાથી વધારે પ્લાન પર અનલિમિટેડ 5જી ડેટા મળશે. નવા પ્લાન ત્રણ જૂલાઈ 2024થી લાગૂ થશે અને તેમાંથી હાલના ટચપોઈન્ટ અને ચેનલથી પસંદ કરી શકાશે.

Important Links

Jio ના રિચાર્જ પ્લાન અહીં ક્લીક કરો 
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment