Red alert : સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે પણ રાજ્યના બાર જિલ્લામાં વરસાદ આપવામાં આવ્યું છે.
Red alert આજે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદનું એલર્ટ
આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળ ઉપર અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
આ સિવાય હવામાન વિભાગ દ્વારા એકેય જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યો નથી. જોકે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.
આવતીકાલે ગુજરાતના કયા કયા જિલ્લામાં આગાહી
Red alert : આવતીકાલે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |