Red Alert Forecast :-ગુજરાતમાં હવે બરાબરનું જામ્યું ચોમાસું, આ ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Red Alert Forecast : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગુજરાતના 3 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા રહેલી છે.

Red Alert Forecast : 3 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર!

Red Alert Forecast : આજે ગુજરાતના 3 જિલ્લા ભાવનગર, ભરૂચ અને વડોદરામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે આ જિલ્લાઓમાં 87 કિમીની ઝડપથી પવન ફુંકાવવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અહીં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ત્રણેય જિલ્લાના લોકોએ આજે સાવધાન રહેવાની જરૂર છે. આ જિલ્લાઓમાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસવાની શક્યતા છે.

ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની શક્યતા!

Red Alert Forecast  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે છોટાઉદેપુરના સંખેડામાં 1.28 ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે પંચમહાલના હાલોલ, વડોદરાના કરજણમાં એક ઇંચ વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કયા વરસાદ પડ્યો?

છેલ્લા 24 કલાકમાં સંખેડામાં 2 ઈંચ વરસાદ પડયો, ડાંગના સુબિર અને ગીર સોમનાથના તલાલામાં 2.56 ઇંચ વરસાદ પડ્યો, કચ્છના મુંદ્રા, જુનાગઢ, જુનાગઢ શહેર, વંથલી, કાલાવાડ, બોટાદ, વિસાવદરમાં બે ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં બારડોલી, મહુવા, વાપી, લાઠી, કોટડા સંઘાણી, ચુડા, પઘારી, માણિયા હાટીના, નેત્રંગ, કવાંટ, જેતપુર પાવી, સુરતના માંગરોલ, બોડેલી, વાલિયા, ટંકારા, સાંવરકુંડલા, લોધિકા અને પાલિતાણામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો
3 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર!

આજે ગુજરાતના 3 જિલ્લા ભાવનગર, ભરૂચ અને વડોદરામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે આ જિલ્લાઓમાં 87 કિમીની ઝડપથી પવન ફુંકાવવાની આગાહી કરવામાં આવી છે.

Leave a Comment